જે કરદાતાઓ નાણાકીય વર્ષ 2023-24 અને આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કલમ 87એ હેઠળ કર છૂટ મેળવી શક્યા ન હતા તેમના માટે રાહતના સમાચાર છે. આવા કરદાતાઓ સુધારેલા અથવા મોડા રિટર્ન ફાઇલ કરી શકે અને કર છૂટનો લાભ લઈ શકે તે માટે આવકવેરા વિભાગે આઈટીઆર ફોર્મ નંબર 2 અને 3 માટે ઑફલાઇન અને ઑનલાઇન ઉપયોગિતાઓને અપડેટ કરી છે. આ વિકલ્પ્નો ઉપયોગ કરીને, કરદાતાઓ હવે આવકવેરા પોર્ટલની મુલાકાત લઈને આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફરીથી ફાઇલ કરી શકશે અને કલમ 87એ હેઠળ કર છૂટનો લાભ લઈ શકશે.
આવકવેરા વિભાગે તેના ઓનલાઈન રિટર્ન ફાઇલિંગ પોર્ટલ પર આ માહિતી શેર કરી છે અને કહ્યું છે કે આઈટીઆર ફોર્મ 2 અને આઈટીઆર ફોર્મ 3 માટે ઓફલાઈન અને ઓનલાઈન ઉપયોગિતાઓને અપડેટ કરવામાં આવી છે. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, કરદાતાઓ હવે આવકવેરા પોર્ટલની મુલાકાત લઈને આકારણી વર્ષ 2024-25 માટે કલમ 87એ હેઠળ સુધારેલા અથવા વિલંબિત રિટર્ન ફાઇલ કરીને કર છૂટ મેળવવા માટે આ વિકલ્પ્નો ઉપયોગ કરી શકે છે.
બોમ્બે હાઈકોર્ટે ગયા મહિને ધ ચેમ્બર ઓફ ટેક્સ ક્ધસલ્ટન્ટ્સ દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો, જે કરદાતાઓ જુલાઈ 2024 માં નાણાકીય વર્ષ 2023-24 અને આકારણી વર્ષ 2024-25 માટે જે લોકો ટેક્સ રિબેટનો લાભ લઈ શક્યા નથી તેમના માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ 15 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવી જોઈએ. જે કરદાતાઓએ 5 જુલાઈ, 2024 પછી આવકવેરા રિટર્ન ફાઇલ કયર્િ હતા, તેમને સીબીડીટીએ અચાનક કલમ 87એ હેઠળ કર છૂટ આપવાનું બંધ કરી દીધું, જોકે તેઓ તેના હકદાર હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech