કાલાવડ તાલુકાના શિશાંગ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાના નવ નિર્મિત બિલ્ડિંગના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા અંદાજે રૂ.55 લાખથી વધુના ખર્ચે પ્રાથમિક શાળા તેમજ ગ્રામ પંચાયત ભવન 17 લાખથી વધુ ના ખર્ચ લોકાર્પણ અને આંગણવાડી 10 લાખથી વધારેની રકમ મળી કુલ રૂપિયા ૮૨ લાખથી વધારે ખર્ચે લોકાર્પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ મહેમાનોનું આગમન,શાબ્દિક પુષ્પગુચ્છથી સ્વાગત વિધિ,ગણપતિ સ્તુતિ,તલવાર નૃત્ય,ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, લગધીરસિંહ જાડેજા, પૂજ્ય સદગુરુ પારસમુનિ મહારાજ દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતમાં શાળાના શિક્ષક દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
શિશાંગના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં પ્રશંસનીય પરિવર્તન આવી રહ્યું છે.નવી શિક્ષા નીતિમાં બાળકોને કૌશલ્ય નિર્માણની પણ તક મળે છે.બાળકોને શાળા કક્ષાએ કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરુમ જેવી સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ છે.શિક્ષણ એ પાયો છે, જેમ કોઈ ઈમારતને ઊભી કરવા માટે પાયો મજબૂત જોઈએ તેમ બાળકને ઘડવા માટે શિક્ષણ આપવું એ બાળકના ઘડતરનો પાયો છે. બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે સરકાર પ્રયાસ કરે છે.
શિશાંગ ખાતે પ્રાથમિક શાળાના નવ નિર્મિત બિલ્ડિંગનનુ જિલ્લા પંચાયત પ્રમુખ મેેયબેન ગલાભાઇ ગલસરાના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું છે.જેમાં કાર્યક્રમમા અતિથિ વિશેષ ધારાસભ્ય કાલાવડ મેઘજીભાઈ ચાવડા હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પી.ડી.જાડેજાએ જણાવ્યુ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુદ્રઢ વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યુ છે. બાળકો સ્માર્ટ ક્લાસરૂમ થકી ટેકનોલોજી સાથે જોડાઇ રહ્યા છે.
શિશાંગ ખાતે પ્રાથમિક શાળાના નવ નિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન-જામનગર હુલાશબા સુરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન સદસ્ય જિલ્લા પંચાયત જામનગર લગધીરસિંહ જાડેજા, ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત જામનગર પ્રવિણાબેન મનસુખભાઈ ચભાડીયા,ચેરમેન સામાજિક સમિતિ જિલ્લા પંચાયત જામનગર ગોમતીબેન મેઘજીભાઈ ચાવડા, તાલુકા વિકાસ અધિકારી- કાલાવડ હરદીપસિંહ ગોહિલ,તાલુકા પ્રમુખ કાલાવડ ચંદ્રિકાબેન જયંતીભાઈ પાનસુરીયા,તાલુકા ઉપ પ્રમુખ-કાલાવડ અસ્મિતાબા કનકસિંહ જાડેજા,રવિન્દ્રસિંહ જાડેજા પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ-કાલાવડ, રજનીકાંતભાઈ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી-કાલાવડ, સતિષભાઈ કપુરીયા બી.આર.સી કોડીનેટર-કાલાવડ, પૂજ્ય સદગુરુ પારસમુનિ મહારાજ, સંત વાલદાસ બાપુ,શિશાંગ ગામના યુવા ઉપ સરપંચ બળભદ્રસિંહ જાડેજા, સરપંચ મુકેશભાઈ પરમાર, પંચાયત સભ્ય પ્રાથમિક શાળાના આચાર્ય ભૂમિકાબેન જોશી,નિકાવા-આણંદપર પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક, ગામ ના આગેવાન કે. બી.જાડેજા.અજીતસિંહ વાઘેલા.મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech