રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુકત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નવનિર્મિત આવાસોનું લોકાર્પણ તથા લાભાર્થીઓને આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વચ્ર્યુલ ઉપસ્થિતિમાં આગામી તા.૧૦ને શનિવારના રોજ બપોરે ૧૧–૩૦ કલાકે યોજાશે. રાજકોટમાં વિધાનસભા વાઇઝ વિવિધ ચાર સ્થળોએ કાર્યક્રમ યોજાશે. મહાપાલિકાના મવડી અને વાવડીના આવાસો તેમજ ડાના ઇસ્કોન મંદિર પાસેના મુંજકાના આવસોનું લોકાર્પણ થશે.
વિશેષમાં આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, ડાના સી.ઈ.એ. જી.વી. મિયાણી તથા ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એચ.આર.પટેલ એ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ ઇડબ્લ્યુએસ–૧ કેટેગરીના ૧૨૪૮, ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના ૧૦૫૬ આવાસ મળી કુલ ૨૩૦૪ આવાસોનું તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્રારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ ૪૯ આવાસો, મળી કુલ ૨૩૫૩ આવાસોનું લોકાર્પણ વિધિવત રીતે કુંભ કળશનું પૂજન કરી, ગૃહપ્રવેશ આપવામાં આવનાર છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ કેટેગરીના ૫૫૩ આવાસોના વેઈટીંગ લીસ્ટના લાભાર્થીઓને તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ૧૪૩ આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્પ્યૂટરાઈડ ડ્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમની વચ્ર્યુલ ઉપસ્થિતિમાં તા.૧૦ને શનિવારે બપોરે ૧૧:૩૦ કલાકે યોજાશે.
આવાસ યોજનાના લોકાર્પણ તથા ફાળવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરની અલગ અલગ ચાર વિધાનસભા વાઇઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં (૧) ૬૮–વિધાનસભા: આરએમસી બગીચા માટેનો પ્લોટ, રેલનગર મેઈન રોડ, ભગવતી હોલ પાછળ (૨) ૬૯–વિધાનસભા: સભાગૃહ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ (૩) ૭૦–વિધાનસભા: શ્રી પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલ, ૮૦ ફુટ રોડ, ભકિતનગર સર્કલથી આગળ (૪) ૭૧–વિધાનસભા: તપન હાઈટસ રોડ, શ્યામલ વાટિકા પાસે, પુનિતનગર પાણીના ટાંકા સામે, વાવડી સહિતના સ્થળે કાર્યક્રમ યોજાશે.
આ આવાસ યોજનાના લોકાર્પણ કાર્યકમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. જુદા જુદા સ્થળે યોજાનાર કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો.માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પેારેટરો, શહેર ભાજપના હોદેદારો, વોર્ડ સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ–કર્મચારીઓ, તથા બહોળી સંખ્યામાં આવાસ યોજનાના તેમજ અન્ય યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુકત ઉપક્રમે આવાસ યોજનાના લોકાર્પણ અને લાભાર્થીઓને આવાસની ફાળવણીના કોમ્પ્યુટરાઈડ ડ્રો માટે યોજાનાર કાર્યક્રમમાં વિવિધ આવાસોના લાભાર્થીઓ તથા કેન્દ્ર સરકાર અને રાય સરકારની વિવિધ યોજનાના લાભ પ્રા કરેલ લાભાર્થીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર દ્રારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech