સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં રૂ.200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. આઠ ફ્લોરવાળા ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજ 1008 રાકેશપ્રસાદજી તથા સંતોના હસ્તે 31 ઓક્ટોબર 2024ના રોજ થશે. મહત્ત્વનું છે કે, હરિપ્રકાશદાસજી સ્વામી સંકલ્પથી તથા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી-અથાણાવાળાના માર્ગદર્શનથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિમર્ણિ થયું છે. દરમિયાન આ અંગે સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામી અને કીર્તન સાગર સ્વામી તેમજ હરિભક્ત ચેતન રામાણી અને પંકજભાઇ વઘાસિયા રાજકોટ આજકાલ દૈનિક કાયર્લિયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને ગોપાળાનંદ યાત્રિક ભવનના ઉદઘાટન સમારોહની વિગતો આપી હતી.
સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શન લાખો ભક્તો ઉમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઇ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવા ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું નવ લાખ સ્ક્વેર ફૂટમાં ક્ધસ્ટ્રક્શન કરાયું છે. આઠ ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ ઉપર ઊભું કરાયું છે.
રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિલ્ડીંગની ડિઝાઇન ચારથી પાંચ વખત બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી. બિલ્ડીંગમાં એન્ટર થતા જ ઇન-આઉટ માટે બે રેમ્પ બનાવ્યા છે. જ્યાંથી અંદર પ્રવેશતા જ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોન્જને ટક્કર મારે એવું રિસેપ્શન એરીયા બનાવ્યું છે. અહીંથી યાત્રિકો ગણતરીની મિનિટોમાં જ રૂમ બુક કરાવી શકે છે. યાત્રિકો માટે કુલ 1000થી વધુ રૂમ અવેલેબલ છે. જેમાં 500 એરકન્ડિશન અને 300 નોન એસી રૂમ, પાંચ સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે એ માટે સીડી ઉપરાંત 10 હાઈ સ્પીડ એલિવેટર (લિફ્ટ)ની સુવિધા પણ છે.
ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આખા બિલ્ડિંગમાં એક સાથ એક રૂમમાં પાંચ એમ 1000થી વધુ રૂમમાં 5000થી વધુ લોકો આરામથી રહી શકશે બિલ્ડિંગમાં 400 એસી રૂમ દીઠ એકનું મેનઇટનન્સ ભાડુ 1500 રૂપિયા અને 300 નોન એસી રૂમનું ભાડું 800 રૂપિયા રહેશે. જેમાં એક-એક રૂમમાં ચાર સિંગલ બેડ અને એક ગાદલુ, રજાઈ અને ઓશીકું અને ખુરશી પણ આપવામાં આવશે. તો 45 સ્યૂટ રૂમ દીઠ એકનું મેઇન્ટનન્સ ભાડુ ત્રણ હજાર રૂપિયા હશે. જેમાં દરેક રૂમમાં ચાર સિંગલ બેડ અને એક ડબલ બેડ, ટેબલ અને ખુરશી વીથ ફર્નિચર હશે.
ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં દરેક ફ્લોરમાં છ-છ પાણીની પરબ અને કોમન ટોઇલેટ-બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિનિયર સિટિઝનોને ધ્યાને રાખીને ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીનની વ્યવસ્થા કરાઈ છે. આ કેન્ટીનની સાઈઝ 12 હજાર સ્ક્વેર છે. જેમાં 200 લોકો સ્વખર્ચે નાસ્તો કરી શકશે. મહત્વનું છે કે નૂતન ભોજનાલયમાં ભક્તો અને યાત્રિક નિશુલ્ક નાસ્તો અને ભોજન પ્રસાદ લઈ શકશે. આ આખા બિલ્ડિંગના ફ્લોરની અલમોસ્ટ મશીન દ્વારા સફાઈ કરશે. આ બિલ્ડિંગમાંથી એક લોન્ડ્રી રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડીંગ 100 લોકોના સ્ટાફથી ઓપરેટ થશે.
શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં 300 થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલા મુખ્ય ગેટથી કરી શકાશે નહીં. અહીં પાર્કિંગ પણ ખૂબ જ વિશાળ છે. જેમાં 2500થી વધુ કાર, 1 હજાર ટુવ્હીલર અને 50 બસ આરામથી પાર્ક થઈ શકે છે. આ પાર્કિંગ બિલ્ડીંગની બંને બાજુ બનાવવામાં આવ્યા છે.
શ્રીહરિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું કે, સાળંગપુરમાં વિશ્વનુ આધ્યાત્મ જગતનું અને ગુજરાતનું ભવ્યાતિભવ્ય 1100 રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. જેનું લોકાર્પણ માનનીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ, વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, વડીલ સંતો અને વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા 31 ઓક્ટોબર 2024ના રોજ કરાશે.
હરિપ્રકાશદાસજી સ્વામીએ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈન અંગે ખાસ જણાવ્યું કે, ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈનમાં વૈદિક અને વિજ્ઞાનિક લોજિક છે. પહેલી પતંગિયાની વિશેષતા છે કે, શાંતિનું પ્રતિક છે, તે ક્યારેય કોઈને કોઈ જાતનો ઉપદ્રવ કરતું નથી. બીજી પતંગિયાની વિશેષતા છે કે, તે પ્રકાશનો પૂજારી છે પ્રકાશમાં પતંગિયાને આકર્ષણ છે તે અંધકારનો પૂજારી નથી. ત્રીજી પતંગિયાની વિશેષતા છે કે, પંતગિયું સુગંધનું ચાહક છે. ચોથી પતંગિયાની વિશેષતા છે કે, તે અતિ સુંદર છે. પતંગિયું એટલું બધું સુંદર છે કે, ભગવાને તેને એટલું મસ્ત બનાવ્યું છે. ક્યારેય પતંગિયાએ કોઈને હેરાન કયર્િ હોય એવો એકપણ દાખલો અત્યારસુધી નથી. એટલે અમે આ મુજબ વિચાર્યું કે, પતંગિયું શાંતિનું પ્રતિક છે,પંતગિયું પ્રકાશનું પૂજારી છે, પતંગિયું સુંદરતાનું પ્રતિક છે અને પતંગિયું સુગંધનું ચાહક છે. એટલે જે કોઈ ભક્ત આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આવે તેના માટે અમે એવું વિચાર્યું છે કે, એના માટે અમે એવું વિચાર્યું છે કે, તેમને પ્રકાશ, શાંતિ, સુગંધ અને પ્રકાશ મળે. કારણ કે, દાદાના દરબારમાં આવે તે કોઈ દિવસ અંધકાર કે, અંધશ્રદ્ધાનો પૂજારી હોય જ નહીં. તે શ્રદ્ધા, વિશ્વાસ, આત્મ નિષ્ઠા અને ભક્તિ જેનામાં હોય એ જ દાદાના દરબારમાં આવે છે. હું ગેરંટી આપીને કહું છું કે, દાદાના દરબારમાં હર વ્યક્તિ કા વિશ્વાસપૂર્ણ હોતા હૈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech