નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે એક ખાનગી એરલાઈન્સનું વિમાન ટેકઓફના થોડા સમય બાદ ક્રેશ થયું હતું. વિમાન પરીક્ષણ માટે જઈ રહ્યું હતું અને તેમાં એરલાઈન્સના કર્મચારીઓ હતા. આ અકસ્માતમાં એક કર્મચારીના બાળક સહિત 18 લોકોના મોત થયા હતા.
નેપાળમાં વિમાન દુર્ઘટના પછી, સૂત્રોએ દેશના ઉડ્ડયન ક્ષેત્રની ખરાબ સ્થિતિ માટે નેપાળ નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું છે. આ સાથે આમાં ચીનની ભૂમિકા પણ સવાલના ઘેરામાં છે. બુધવારે નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ કયર્િ બાદ નેપાળની ખાનગી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 18 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે, જે એરલાઇનના કર્મચારીનો પુત્ર હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં માત્ર પાઈલટને જ બચાવી શકાયો હતો.
ઉડ્ડયન ક્ષેત્રના એક સ્ત્રોતએ જણાવ્યું હતું કે નેપાળમાં નવા બનેલા એરપોર્ટમાં ટેકનિકલ ખામીઓ સામાન્ય છે, કારણ કે ચીને સીએએના મુખ્ય વ્યક્તિને ફાયદો પહોંચાડવા માટે ઝડપથી કામ પૂર્ણ કર્યું છે.સૂત્રએ જણાવ્યું હતું કે પોખરા એરપોર્ટ હજી તૈયાર નથી પરંતુ સીએએના સુકાન પર એક વ્યક્તિને ફાયદો પહોંચાડવા માટે તેને ઝડપથી સોંપવામાં આવ્યું હતું. એરપોર્ટ કાર્યરત દેખાય તે માટે બિન-આવશ્યક ફ્લાઇટ્સ પણ આ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.
કેવી રીતે થયો અકસ્માત
સૌરી એરલાઇન્સનું બોમ્બાર્ડિયર સીઆર્જે -200 એરક્રાફ્ટ પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે રૂટિન મેઇન્ટેનન્સ સર્વિસ માટે ટેકઓફ કર્યું હતું, પરંતુ તે ટેકઓફ કયર્નિી થોડી જ સેક્ધડોમાં ક્રેશ થયું હતું. કાઠમંડુથી પોખરા માટે ટેકઓફ કયર્િ બાદ પ્લેન ખોટી દિશામાં વળ્યું હતું. રનવે 02 થી ટેકઓફ કયર્નિા થોડા સમય પછી, એરક્રાફ્ટ જમણી તરફ વળ્યું અને રનવેની પૂર્વ બાજુએ ક્રેશ થયું હોવાનું નેપાળની નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech