રાજકોટ જિલ્લા કલેકટર તંત્રમાં રેવન્યુ અપીલને લગતા કેસ ઝડપથી ચલાવવામાં આવે છે પરંતુ ચુકાદા આપવામાં અને તેના ઠરાવ લખવામાં લાંબો સમયગાળો પસાર થતો હોવાથી અરજદારો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પારિવારિક મનભેદ તેના કારણે વધી રહ્યા હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ અધિક જિલ્લા કલેકટર ચેતનભાઇ ગાંધી સમક્ષની રજૂઆતમાં જણાવ્યું હતું.
અતુલ રાજાણી–ગાયત્રીબા વાઘેલા એ આ સંદર્ભે જિલ્લા કલેકટર તંત્રને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમમાં અને સરકારી કાર્યક્રમોમાં સમગ્ર તત્રં ખડે પગે રહે છે પરંતુ પ્રજાના કામમાં પણ ગતિ આવવી જોઈએ. જો કલેકટર તત્રં પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ ન હોય તો બહારથી માણસો રાખીને આવા કામ ઝડપથી પૂરા કરવા જોઈએ. રેવન્યુ એન્ટ્રી અપીલમાં લાંબો સમય સુધી જજમેન્ટ આવતા ન હોવાથી પરિવારની આંતરિક બાબતોમાં તે મનભેદ અને મતભેદનું કારણ બને છે. રેવન્યુ અપીલને લગતા કેટલા કેસ છે અને કેટલા કેસ ચલાવવામાં આવ્યા ? છેલ્લા આઠ મહિનામાં ચલાવેલા કેસમાંથી કેટલા કેસમાં જજમેન્ટ આપીને તે ઠરાવ ઉપર લેવામાં આવ્યા છે ? તેવી માહિતી ગાયત્રીબા વાઘેલાએ કલેકટર તત્રં પાસે માંગી છે.
કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા, મેઘજીભાઇ રાઠોડ, ગોપાલ અનડકટ, સંજયભાઇ લાખાણી, મનીષાબા વાળા, કૃષ્ણ દત્ત રાવલ, ચિંતન દવે, મયુરસિંહ પરમાર, જયભાઇ કારીયા સહિતના કાર્યકરો ઉપસ્થિત હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech