જીએસટી કૌભાંડમાં ઈ.ડીએ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં એક પત્રકાર સહિત ૮ લોકોની ધરપકડ પણ કરાઇ હતી ત્યારે આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની એફઆઈઆર બાદ ઈડીની એન્ટ્રી થઈ છે. જાણવા મળતી વિગતો અનુસાર ઈડીએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. જે બાદ ઈડી ગુજરાતના છ શહેરોમાં ૨૩ સ્થળોએ દરોડા પાડી રહી છે. આજે, ગુજરાતના સુરત, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળ શહેરોમાં ઈડીની અનેક ટીમોએ એક સાથે દરોડા પાડા હતા.૨૦૦ કરોડના જીએસટી કૌભાંડ કેસ સાથે સંબંધિત શંકાસ્પદ લોકોની ઓફિસ અને રહેણાંક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. વરિ પત્રકાર મહેશ લાંગાએ જીએસટી ફ્રોડ કેસમાં તેમની સામે મેજિસ્ટ્રેટ કોર્ટના ૧૦ દિવસના રિમાન્ડના આદેશને પડકારતી સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી તેમની અરજી પાછી ખેંચી લીધાના ત્રણ દિવસ પછી આ પગલું લેવામા આવ્યું છે.
૨૦૦થી વધુ નકલી કંપનીઓ વિશે માહિતી મળી હતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, બનાવટી ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવીને સરકારી તિજોરીને છેતરવા માટે દેશભરમાં ૨૦૦થી વધુ છેતરપિંડીથી રચાયેલી કંપનીઓ સંગઠિત રીતે કામ કરી રહી હતી. કરચોરી માટે આ કંપનીઓ બનાવવા માટે બનાવટી દસ્તાવેજો અને ઓળખનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૮ ઓકટોબરે એક અગ્રણી અખબારના વરિ પત્રકારની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. બીજા દિવસે કોર્ટે તેને ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી ઈનપુટ ટેકસ ક્રેડિટ અને કપટપૂર્ણ પ્રવૃત્તિઓ દ્રારા સરકાર સાથે છેતરપિંડી કરવા માટે રચાયેલી શેલ કંપનીઓને સંડોવતા કથિત સ્કીમ અંગે સેન્ટ્રલ જીએસટી તરફથી મળેલી ફરિયાદને પગલે અનેક વ્યકિતઓ અને સંસ્થાઓ વિદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.એફઆઈઆર બાદ, ગુજરાતની ક્રાઈમ બ્રાન્ચ અને આર્થિક ગુના શાખા બંનેએ અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગર જેવા શહેરો સહિત રાયભરમાં ૧૪ સ્થળોએ દરોડા પાડા હતા.આ કેસમાં અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચે આઠ લોકોની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના અહેવાલ મુજબ, દેશભરમાં ૨૦૦ થી વધુ ગેરકાયદેસર રીતે સ્થાપિત કંપનીઓ નકલી ઇનપુટ ટેકસ ક્રેડિટનો દાવો કરીને, બનાવટી દસ્તાવેજો અને ઓળખનો ઉપયોગ કરીને સરકારને છેતરવાના સંકલિત પ્રયાસમાં કામ કરી રહી છે.
ેગુજરાતમાં બનાવટી કંપનીઓ બનાવીને જીએસટી ની ઇનપુટ ક્રેડિટ રકમ પરત લેવા જેવી બાબત કીડી ની તપાસે દોર દરોડા પાડા છે ટેક ચોરીના કેસમાં અમદાવાદ સુરત રાજકોટ સહિતના શહેરોમાં ઓપરેશન શ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech