એરએશિયાની ફલાઈટમાં ૧૨ હજાર ફૂટ ઉંચાઈએ એરપ્રેશર ઘટી ગયું

  • September 17, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મલેશિયાથી અમદાવાદ આવી રહેલી લાઈટમાં ૧૨૦૦૦ ફટ ઐંચાઈએ એરપ્રેશર ઘટી જતા ઇમર્જન્સી જાહેર કરવી પડી હતી. તાજેતરમાં બનેલી આ ઘટનાથી પેસેંજરોના શ્વાસ અધર થઈ ગયા હતા જોકે પાયલોટની સતર્કતાના લીધે મોટી ઘટના બનતા સ્હેજમાં અટકી ગઇ હતી.
અમદાવાદ એરપોર્ટ પરથી મળતી વિગત અનુસાર ગત શુક્રવારે એર એશિયાની કુઆલાલામપુરથી અમદાવાદ આવી રહેલી લાઇટ ૧૨ ફટ ઐંચે હતી ત્યારે અચાનક જ કેબિનમાં એર પ્રેશર ઘટી ગયું હતું પાયલોટે તાત્કાલિક પેસેન્જરની સુરક્ષાને લઈ રન વે પર પ્લેન ટચ કરે તે પહેલા જ તેને આકાશમાં લઈ લીધું હતું અને બે રાઉન્ડ ચક્કર માર્યા હતા.
પાયલોટ એ તાત્કાલિક અમદાવાદ એટીસી વિભાગનો સંપર્ક કરી ઈમરજન્સી જાહેર કરી હતી અને ફલાઈટ લેન્ડ થાય તે પહેલા રન વે નજીક મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ ટીમેને ગોઠવી દેવામાં આવી હતી.
જોકે સદનસીબે મોટી ઘટના અટકી હતી અને પેસેન્જરોને ઉની આચં આવ્યા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ફલાઇટમાં મલેશિયાથી ૯૦ જેટલા પેસેન્જર અમદાવાદ આવી રહ્યા હતા. હજુ આ લાઈટમાં ટેકનીકલ ફોલ્ડ હોવાના કારણે અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવી છે. મલેશિયાથી એન્જિનિયરોની ટીમ અમદાવાદ આવી આ લાઈટની ટેકનિકલ ખામી દૂર કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application