ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં માસિક માથાદીઠ અનાજનો વપરાશ ૨૦૨૨–૨૩માં ૧૦ કિલોથી નીચે રહ્યો હતો તેમ આંકડાશાક્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયદ્રારા શુક્રવારે જાહેર કરાયેલા ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેના અહેવાલમાં જણાવાયું છે. મુજબ,ગ્રામીણ પરિવારોમાં અનાજનો વપરાશ ૨૦૧૧–૧૨માં ૧૧.૨૩ કિલોથી ઘટીને ૨૦૨૨–૨૩માં ૯.૬૧ કિલોગ્રામ થયો હતો, યારે શહેરી પરિવારોમાં, તે જ સમયગાળામાં ૯.૩૨ કિલોગ્રામથી ઘટીને ૮.૦૫ કિલોગ્રામ થયો હતો.
ડેટા દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં અનાજનો વપરાશ સૌથી વધુ પશ્ચિમ બંગાળ (૧૧.૨૩ કિગ્રા), ત્યારબાદ ઓડિશા (૧૧.૨૧ કિગ્રા), બિહાર (૧૧.૧૪ કિગ્રા), રાજસ્થાન (૧૦.૫૫ કિગ્રા) અને છત્તીસગઢ (૧૦.૨૭ કિગ્રા)માં સૌથી વધુ હતો. શહેરી વિસ્તારોમાં, બિહારના લોકોએ સૌથી વધુ (૧૦.૪૫ કિગ્રા) અનાજનો વપરાશ કર્યેા, ત્યારબાદ છત્તીસગઢ (૧૦.૪૩ કિગ્રા), ઝારખડં (૯.૫૯ કિગ્રા) અને રાજસ્થાન (૯.૫૦ કિગ્રા)નો નંબર આવે છે.
અનાજમાં, ગ્રામીણ વિસ્તારોમાં ચોખાનો હિસ્સો ૫૫.૩૫ ટકા હતો, ત્યારબાદ (૪૦.૯૩ ટકા) અને બરછટ અનાજ (૩.૪૮ ટકા) હતો. તેવી જ રીતે, શહેરી વિસ્તારોમાં, અનાજના વપરાશમાં ચોખાનો હિસ્સો ૫૩.૨૦ ટકા હતો, ત્યારબાદ ઘઉં (૪૪.૫૩ ટકા) અને બરછટ અનાજ (૨.૦૯ ટકા) હતો.
ફેબ્રુઆરીની શઆતમાં, મંત્રાલયે વપરાશ ખર્ચ પર એક તથ્યપત્રક બહાર પાડું હતું જે દર્શાવે છે કે ગ્રામીણ ભારત દ્રારા બિન–ખાધ ચીજો પર સરેરાશ ખર્ચ ૨૦૨૨–૨૩માં પ્રથમ વખત ૫૦ ટકાને વટાવી ગયો હતો, જેમાં કુલ ખર્ચના પ્રમાણમાં ઘટાડો થયો હતો. હવે ખાધ પદાર્થેા માટે ફાળવવામાં આવે છે.
૧૧ વર્ષ પછી જાહેર થયેલા સર્વેન પરિણામો દર્શાવે છે કે માથાદીઠ માસિક ખર્ચ ના હિસ્સા તરીકે, ગ્રામીણ ભારતમાં ખાધ પદાર્થેા પરનો ખર્ચ ૨૦૧૧–૧૨માં ૫૨.૯ ટકાથી ઘટીને ૨૦૨૨–૨૩માં ૪૬.૩૮ ટકા થયો હતો. શહેરી ભારતમાં, આ પ્રમાણ ૨૦૧૧–૧૨માં ૪૨.૬૨ ટકાથી વધુ ઘટીને ૨૦૨૨–૨૩માં ૩૯.૧૭ ટકા થયું.
શુક્રવારના રોજ બહાર પાડવામાં આવેલ નવીનતમ એકમ ડેટા ગ્રાહક ભાવ સૂચકાંક (), ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ () અને ગરીબી સ્તર જેવા નિર્ણાયક આર્થિક સૂચકાંકોની સમીક્ષા કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.
તાજેતરના સર્વે મુજબ, ભારતીય પરિવારોમાં સરેરાશ ૨૦૧૧–૧૨ થી શહેરી પરિવારોમાં ૩૩.૫ ટકા વધીને . ૩,૫૧૦ પર પહોંચી ગયો છે, યારે ગ્રામીણ ભારતનો સમાન સમયગાળામાં ૪૦.૪૨ ટકા વધીને . ૨,૦૦૮ પર પહોંચ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech