ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે યુવાનને તેની સ્ત્રી મિત્રની માતા અને ભાઇએ લાકડી તથા ઢીકાપાટુનો મારમારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવાન યુવતી સાથે મૈત્રી કરાર કરી રહેતો હોય જે યુવતીના પરિવારને પસંદ ન હોય તેમણે આ હુમલો કર્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મૂળ જુનાગઢના જોશીપુરા વિસ્તારના વતની અને હાલ ઉપલેટામાં રહેતા સુરેશ દેવજીભાઇ બગીયા(ઉ.વ ૩૬) નામના યુવાને ધોરાજી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીના સુપેડી ગામે રહેતા શીંવાગ અશોકભાઇ પરમાર અને સોનલ અશોકભાઇ પરમારના નામ આપ્યા છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેને તેની પત્ની સાથે અણબનાવ ચાલતો હોય તે માવતરે રહે છે હજુ બંને વચ્ચે છુટાછેડા થયા નથી.યુવાનને ધોરાજીના સુપેડી ગામે રહેતી ૨૩ વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ હોય જેથી બંનેએ મરજીથી ગત તા.૧/૧૨/૨૦૨૩ ના રોજ મૈત્રીકરાર કર્યા હતાં બાદમાં બંને અહીં ઉપલેટા સાથે રહે છે.
યુવાન અલગ અલગ ગામડાઓમાં જઇ સાબુ તથા ડીટર્જન વેચવાનું કામ કરતો હોય જેથી તે પોતાનું માલવાહક વાહન લઇ યુવતીને સાથે લઇ ધોરાજીના ઝાંઝમેર ગામે ફેર કરવા ગયા હતાં.બપોરના સમયે અહીં હત ત્યારે યુવતીની માતા સોનલબેન અને તેનો ભાઇ શિવાંગ અહીં આવી પહોંચ્યા હતાં.આ બંને યુવાનને ગાળો આપી કહેવા લાગ્યા હતા કે,અમારી દીકરીને કેમ સાથે રાખી છે તેને અમારી સાથે મોકલી દે તેમ કહી યુવતી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતાં.જેથી યુવાન વચ્ચે પડતા શિંવાગે તેને લાકડીના ઘા ફટકારી દીધા હતાં.તેમજ સોનલબેને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો.યુવતીને પણ તેની માતા અને ભાઇએ મારમાર્યો હતો.આ દરમિયાન અહીં લોકો એકત્ર થતા યુવાનને વધુ મારમારમાંથી બચાવ્યો હતો.દરમિયાન ડરના લીધે યુવાને અહીંથી ભાગી નજીકમાં ઉભો રહી ગયો હતો.બાદમાં આ લોકો ચાલ્યા જતા તે જોવા જતા યુવતી પણ નજરે પડી ન હતી.તે પોતાની જાતે ચાલી ગઇ કે તેને તેનો ભાઇ અને માતા લઇ ગયા તે યુવાન જાણતો ન હોવાનું તેણે ફરિયાદમાં જણાવ્યું છે.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપી સામે આઇપીસીની કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech