રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર વિસ્તારમાં રહેતા અને હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરનાર વિધવા મહિલાની ૧૭ વર્ષની દીકરી પર તેના ધર્મના ભાઈ માનેલા શખસે બે વખત દુષ્કર્મ આચર્યા અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીએ મહિલાએ ધર્મનો ભાઈ બનાવ્યો હોય જેથી તેનો ઘરે આવરોજાવરો હોય દરમિયાન મહિલાની ગેરહાજરીનો લાભ લઇ સગીરા સાથે બે વખત શરીર સબધં બાંધ્યો હતો. આ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી મુજબ, શહેરના યુનિવર્સિટી રોડ પરના વિસ્તારમાં રહેતા વિધવા મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિલીપ મધુભાઈ ચૌહાણનું નામ આપ્યું છે. જેના આધારે પોલીસે આરોપી સામે બીએનએસ કલમ ૬૪(આઈ),(એમ),૬૫(૨) તથા પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિનું બે વર્ષ પૂર્વે અવસાન થયું છે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેમાં પુત્રી ૧૭ વર્ષ ૨૯ દિવસની છે. મહિલા ઘર નજીક આવેલી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. આરોપી દિલીપ ચૌહાણ પણ અહીં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોય છેલ્લા ચારેક મહિનાથી બંને વચ્ચે પરિચય છે. દરમિયાન મહિલાએ આરોપી દિલીપ ચૌહાણને ધર્મનો ભાઈ બનાવ્યો હતો. ત્યારબાદ મહિલા કયારેક પોતાની દીકરીને હોસ્પિટલે આવતા હોય જેથી દિલીપનો પરિચય મહિલાની પુત્રી સાથે થયો હતો બાદમાં દિલીપ કયારેક મહિલાના ઘરે જમવા પણ જતો આમ તેના ઘરે આવરોજાવરો શ થયો હતો.
દરમિયાન સોમવારના બપોરના મહિલા સમયે નોકરીએથી ઘરે જમવા જતા દીકરીની તબિયત બરોબર ન હોય આ બાબતે પૂછતા તેણે પ્રથમ તો કંઈક કહ્યું ન હતું પરંતુ બાદમાં રડતા રડતા તેણે પોતાના સાથે બનેલી ઘટનાની આપવીતી જણાવી હતી. દીકરીએ માતા સમક્ષ જણાવ્યું હતું કે તેમની ગેરહાજરીમાં દિલીપ અહીં ઘરે આવ્યો હતો અને પ્રથમ અડપલાં કર્યા હતા. એટલું જ નહીં અલગ અલગ સમયે બે વખત અહીં આવી તેણી પર દુષ્કર્મ આચયુ હતું. આ હકીકત જાણી મહિલા ચોંકી ઉઠી હતી. બાદમાં આ બાબતે તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપી દિલીપ ચૌહાણને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર વિસ્તારમાં રહેતા અને હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરનાર વિધવા મહિલાની ૧૭ વર્ષની દીકરી પર તેના ધર્મના ભાઈ માનેલા શખસે બે વખત દુષ્કર્મ આચર્યા અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીએ મહિલાએ ધર્મનો ભાઈ બનાવ્યો હોય જેથી તેનો ઘરે આવરોજાવરો હોય દરમિયાન મહિલાની ગેરહાજરીનો લાભ લઇ સગીરા સાથે બે વખત શરીર સબધં બાંધ્યો હતો. આ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી મુજબ, શહેરના યુનિવર્સિટી રોડ પરના વિસ્તારમાં રહેતા વિધવા મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિલીપ મધુભાઈ ચૌહાણનું નામ આપ્યું છે. જેના આધારે પોલીસે આરોપી સામે બીએનએસ કલમ ૬૪(આઈ),(એમ),૬૫(૨) તથા પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિનું બે વર્ષ પૂર્વે અવસાન થયું છે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેમાં પુત્રી ૧૭ વર્ષ ૨૯ દિવસની છે. મહિલા
ઘર નજીક આવેલી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. આરોપી દિલીપ ચૌહાણ પણ અહીં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોય છેલ્લા ચારેક મહિનાથી બંને વચ્ચે પરિચય છે. દરમિયાન મહિલાએ આરોપી દિલીપ ચૌહાણને ધર્મનો ભાઈ બનાવ્યો હતો. ત્યારબાદ મહિલા કયારેક પોતાની દીકરીને હોસ્પિટલે આવતા હોય જેથી દિલીપનો પરિચય મહિલાની પુત્રી સાથે થયો હતો બાદમાં દિલીપ કયારેક મહિલાના ઘરે જમવા પણ જતો આમ તેના ઘરે આવરોજાવરો શ થયો હતો.
દરમિયાન સોમવારના બપોરના મહિલા સમયે નોકરીએથી ઘરે જમવા જતા દીકરીની તબિયત બરોબર ન હોય આ બાબતે પૂછતા તેણે પ્રથમ તો કંઈક કહ્યું ન હતું પરંતુ બાદમાં રડતા રડતા તેણે પોતાના સાથે બનેલી ઘટનાની આપવીતી જણાવી હતી. દીકરીએ માતા સમક્ષ જણાવ્યું હતું કે તેમની ગેરહાજરીમાં દિલીપ અહીં ઘરે આવ્યો હતો અને પ્રથમ અડપલાં કર્યા હતા. એટલું જ નહીં અલગ અલગ સમયે બે વખત અહીં આવી તેણી પર દુષ્કર્મ આચયુ હતું. આ હકીકત જાણી મહિલા ચોંકી ઉઠી હતી. બાદમાં આ બાબતે તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપી દિલીપ ચૌહાણને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech