રાજકોટમાં નિર્ભય પણે સરા જાહેર મારામારી, છરીથી હુમલો સહિતના રોજ-બેરોજના બનાવો કાયદો વ્યવસ્થાની સ્થિતિ છેડે ચોક ખુલી પાડી રહ્યા છે. આ વચ્ચે શહેરમાં હત્યાનો બનાવ બનતા પોલીસ દોડી ગઈ હતી. રાજકોટના કુબલિયાપરામાં યુવકને પૂર્વ મિત્રએ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અગાઉ કેરમ રમવા મુદ્દે થયેલો ઝગડો યુવાનના મોતનું કારણ બન્યો છે. હત્યા કરનાર શખ્સને પોલીસે સંકજામાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાના બનાવની પ્રાપ્ત વિગત મુજબ કુબલિયાપરામાં હોંકળાના કાંઠે રહેતો સતીષ વિઠ્ઠલભાઈ સોલંકી (દેવીપૂજક) (ઉ.વ.33) નામનો યુવક રાત્રીના મિત્ર સાથે બાઇકમાં ઘરે જઈ રહ્યો હતો ત્યારે ઘર પાસે જ રાહ જોઈને ઉભેલો અને ત્યાંજ વિસ્તારમાં જ રહેતો નીરજ ઉર્ફે લેંડો ધરમભાઇ પરમાર નામના શખસે રાકેશ સાથે બોલાચાલી કરી ઝગડો કરતા બંને વચ્ચે ઝપાઝપી તથા નીરજ ઉર્ફે લેંડાએ પોતા પાસે રહેલી છરીના ઘા આડેધડ ઝીકતા સતીષને સાથળ સહિતના ભાગે ગંભીર ઇજા થતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. દેકારો થતા લોકોના ટોળા એકઠા થતા નિરેજ ભાગી છૂટ્યો હતો અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને કરતા પોલીસ હોસ્પિટલએ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
મૃતક સતીષ ત્રણ ભાઈમાં વચેટ હતો તેના પિતા હયાત નથી. લગ્ન થયાને બે વર્ષ જેટલો સમય થયો છે, અને પોતે કુબલિયાપરામાં ઈંડાની લારી રાખી ધંધો કરતો કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સતીષ અને નીરજ અગાઉ મિત્ર હતા ત્યારે કેરમ રમતા હતા ત્યારે બોલાચાલી થતા બંને વચ્ચે ઝગડો થયો હતો. એ વાતનું મન દુ:ખ કેટલાક સમયથી રાખી નીરજ ગઈકાલેસતીષના ઘર પાસે તેની રાહ જોઈને જ ઉભો હતો. સતીષ તેના મિત્રની બાઇકમાં બેસી આવતાની સાથે જ નીરજે છરી ના ઘા ઝીકી દીધા હતા. હત્યા કરનાર નીરજ ઉર્ફે લેંડો ધરમભાઇ પરમાર સામે મૃતકના ભાઈ રાકેશ ઉર્ફે રાજેશ વિઠ્ઠલભાઈ સોલંકીની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી સંકજામાં લઇ કાયદેસરની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
20 દિવસ પહેલા પણ આરોપીએ ઝગડો કર્યો હતો
મૃતકના ભાઈ રાકેશના કહેવા મુજબ બે વર્ષ પહેલા નીરજને મારા ભાઈ સતીષ સાથે કેરમ રમવા બાબતે માથાકૂટ થઇ હતી એ પછી વારંવાર ઝગડા કરતો હતો, વીશેક દિવસ પહેલા પણ નીરજ ઈંડાની લારીએ આવી મારભાઈ સતીષ સાથે ઝગડો કર્યો હતો. અમારા સમાજનો હોવાથી આગેવાનોની મઘ્યસ્થીતિથી સમાધાન થઇ જતા ફરિયાદ કરી નહતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech