લોકસભાની રાજકોટની બેઠક દાયકાઓથી પરંપરાગત રીતે ભાજપનો ગઢ રહી છે અને આ વખતે પણ ભાજપ પોતાનો ગઢ જાળવી રાખે તેવા પ્રારંભિક ટ્રેન્ડ મતગણતરી દરમિયાન મળી રહ્યા છે. સવારે ૧૦ વાગ્યાની સ્થિતિએ પાંચ રાઉન્ડની મતગણતરી પૂરી થઈ છે અને કેન્દ્રીય મંત્રી તથા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા તેમના નજીકના પ્રતિસ્પર્ધી અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીને એક લાખથી વધુ લીડ સાથે વિજયભણી આગળ વધી રહ્યા છે.
રાજકોટ નજીક કણકોટ ખાતે એન્જિનિયરીંગ કોલેજના બિલ્ડીંગમાં આજે સવારે ૮ વાગ્યાથી મતગણતરીનો પ્રારભં થયો હતો. પ્રથમ રાઉન્ડથી જ રૂપાલા કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી કરતા આગળ રહ્યા હતા અને પ્રથમ પાંચમાંથી એક પણ રાઉન્ડમાં કોંગ્રેસને લીડ મળી ન હતી. આ બેઠક પર કોંગ્રેસ–ભાજપ સહિત ૯ ઉમેદવારો મેદાનમાં છે પરંતુ બાકીના ઉમેદવારો તો ઘણા પાછળ રહ્યા છે.
ચૂંટણી અધિકારી પ્રભવ જોષી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારની હાજરીમાં સવારે મતગણતરી શરૂ થઈ હતી. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જિલ્લ ા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, અધિક કલેકટર ચેતન ગાંધી, કેન્દ્રીય નિરીક્ષકો ડો.પૃથ્વીરાજ નરહરીસિંઘ બાંગર, પોલીસ ઓબ્ઝર્વર ચંદ્રકુમાર ઝા સહિતનાઓની હાજરીમાં મતગણતરી ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech