પોરબંદરમાં નગરપાલિકાના વેરાની બાકી નીકળતી રકમ ભરવામાં અખાડા કરનારા આસામીઓ સામે ચીફ ઓફિસર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને સાત જેટલી મિલ્કતો સીલ કરવાની સૂચના અપાતા હાઉસટેકસ ઇન્સપેકટર સહિતની ટીમ સીલ કરવા માટે ગઇ ત્યારે પાંચ આસામીઓએ સ્થળ ઉપર જ ૧,૪૫,૦૦૦ પિયા રોકડા ગણી દીધા હતા અને બે મિલ્કત સીલ કરી હતી તો આજે ગુરુવારે સુતારવાડામાં વેપારીઓને ત્યાં પણ આ પ્રકારની કાર્યવાહી થશે તેમ જાણવા મળ્યુ છે.
પોરબંદર નગરપાલિકાને વેરા ભરવા માટે અખાડા કરનારા આસામીઓ સામે કડક હાથે કામ લેવા ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ આદેશ આપતા હાઉસટેકસ ઇન્સપેકટર વિપુલભાઇ ભટ્ટ, કમલેશભાઇ અમલાણી, નિર્મલભાઇ ઓડેદરા, સુનીલભાઇ રામદત્તી, દેવ નિમાવત અને ચેતન હરિયાણી સહિતની ટીમે બુધવારે બપોરે શહેરના બોખીરા વિસ્તાર, પ્લાઝા વિસ્તાર, એસ.ટી. રોડ તથા કેદારેશ્ર્વર રોડ નજીક લીબર્ટીવાળી ગલીમાં અલગ-અલગ સાત જેટલા આસામીઓને ત્યાં સીલ મારવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં છ કોમર્શીયલ અને એક રેસિડેન્સીયલનો સમાવેશ થાય છે. લાંબા સમયથી વેરો નહી ભરનારા આ સાત આસામીઓ પૈકી એક રેસીડેન્શીયલ અને ચાર કોમર્શીયલ પ્રોપર્ટીના ૧,૪૫,૦૦૦ ાની વેરાની રકમ સ્થળ પર જ રોકડી ગણી દેવામાં આવી હતી. હાઉસ ઇન્સપેકટર વિપુલભાઇ ભટ્ટે આપેલી માહિતી પ્રમાણે ચીફ ઓફિસર મનન ચતુર્વેદીની સ્પષ્ટ સુચના છે કે વેરા ભરવામાં અખાડા કરનારાઓ સામે ઢીલી નીતિ દાખવાશે નહીં અને કામમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓને પણ શો કોઝ નોટીસ પાઠવવામાં આવી રહી છે અને સીલ મારવા માટે પણ જર જણાય ત્યાં પોલીસ બંદોબસ્તની જરીયાત હોય ત્યાં સાથે આપવામાં આવશે. તેઓએ જણાવ્યુ હતુ કે છેલ્લા ચાર પાંચ વર્ષથી વેરો ભરવામાં અખાડા કરી રહેલા આસામીઓ સામે કડક કામગીરી થઇ રહી છે અને હજુ આ ઝુંબેશ યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત એમ પણ જણાવાયુ હતુ કે આજે ગુરુવારે સુતારવાડાના વેપારી વિસ્તારમાં પાલિકાની ટીમ ત્રાટકશે અને વેરા વસુલાત ઝુંબેશ આગળ ધપાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech