પોરબંદરમાં જિલ્લા કલેકટરના હસ્તે વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીને લાભ અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે એવું જણાવવામાં આવ્યુ હતુ કે પોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૪૧૮ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે.
પોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૪૧૮ લાભાર્થીએ વ્હાલી દીકરી યોજનાનો લાભ લીધો છે. જિલ્લાની વાત કરવામાં આવે તો તાલુકા મુજબ પોરબંદરમાં ૩૯૦૨, રાણાવવામાં ૯૦૦ અને કુતિયાણામાં ૬૧૬ અરજદારોએ લાભ મેળવ્યો છે. આ યોજના અંતર્ગત દીકરીને પ્રથમ ધોરણમાં ૪૦૦૦, નવમાં ધોરણમાં ૬૦૦૦ અને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે એક લાખ પિયાની સહાય મળવાપાત્ર છે.
રાજ્ય સરકાર દ્વારા દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવા, દીકરીઓના શિક્ષણમાં વધારો કરવા, ડ્રોપઆઉટનો રેસીઓ ઘટાડવા ઉપરાંત દીકરીઓ - સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવાની સાથોસાથ બાળ લગ્ન અટકાવવાના ઉદેશથી વ્હાલી દિકરી યોજના કાર્યરત છે.
તારીખ ૨ ઓગસ્ટ ૨૦૧૯ કે તે પછી જન્મેલી દીકરીઓને વ્હાલી દિકરી યોજનાનો લાભ મળવાપાત્ર છે. દીકરીના જન્મથી એક વર્ષની અંદર અરજી કરવાની હોય છે. દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. અપવાદ રૂપ કિસ્સામાં બીજી ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. વ્હાલી દીકરી યોજના જ્યારથી કાર્યરત થઈ ત્યારથી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૪૧૮ લાભાર્થીએ વ્હાલી દીકરી યોજનાનો લાભ લીધો છે. અને પોરબંદરમાં ૩૯૦૨, રાણાવવામાં ૯૦૦ અને કુતિયાણામાં ૬૧૬ અરજદારોએ લાભ મેળવ્યો છે. દીકરીને પ્રથમ ધોરણમાં ૪૦૦૦, નવમાં ધોરણમાં ૬૦૦૦ અને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે એક લાખ પિયાની સહાય મળવાપાત્ર છે. આમ આ યોજના અંતર્ગત કુલ રકમ ૧,૧૦, ૦૦૦ પિયા મળવાપાત્ર હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત છેલ્લા ત્રણ મહિનાની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં ૧૦૪ અરજદારોએ અરજી કરી હતી, અને સપ્ટેમ્બર મહિનામાં ૭૩ તેમજ ઓક્ટોબર મહિનામાં ૬૦ અરજદારોએ વ્હાલી દિકરી યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદબાણોનું ડિમોલીશન કરવાના બદલે ભાડા પેટે જગ્યા ફાળવી દો: કોંગ્રેસ
April 18, 2025 03:07 PMકતલ માટે ક્રૂરતાપૂર્વક બાઇકમાં બાંધીને લઇ જવાતા ત્રણ ઘેટાને મળ્યુ નવુ જીવન
April 18, 2025 03:06 PMઆર્થિક સંકડામણના કારણે સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપીમાં ઝંપલાવ્યું
April 18, 2025 03:06 PMમહિલા સહિત બંને ફાઉન્ડર ડાયરેકટરોના લેવાશે રીમાન્ડ
April 18, 2025 03:05 PMસાસુ પણ ઘરેલુ હિંસા કાયદા હેઠળ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે
April 18, 2025 03:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech