પાલિતાણાના પોપડા વિસ્તારમાં રહેતી મહિલા પર એક શખ્સે તલવારથી હુમલો કરતાં પાલીતાણા ટાઉન પોલીસે ચાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતું.
રેકાબહેન રામજીભાઈ ડાઠીયાએ અજય રમેશભાઈ સોલંકી, ગોગા રમેશભાઈ સોલંકી, વિક્રમ રમેશભાઈ સોલંકી અને સુનીબહેન રમેશ સોલંકી
સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી અને આરોપીનો પરિવાર એક જ વિસ્તારમાં રહે છે અને અગાઉ તા. ૧ ઓગસ્ટના રોજ ફરિયાદીના પિતાનું અવસાન થયું હતું અને તા.૧૦ના રોજ રાત્રે બેઠીક રાખી હોય ફરિયાદી અને તેના પરિવારના સભ્યો ઘરે બેઠા હતા ત્યારે અજય તેમના ઘર પાસે આવી ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના કહેતા આરોપી તલવાર લઈને આવ્યો હતો અને તેણે ફરિયાદીને હાથના ભાગે તલવારથી હુમલો કરી ઇંજા પહોંચાડી હતી તો અન્ય આરોપીઓએ ફરિયાદી તેમજ તેના ભાઈને માર માર્યો હતો. પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech