માળીયાહાટીનામાં મિલકત લેવાના નામે પાડોશી પિતા પુત્ર ને આપેલ ૧૪ લાખ ઓળવી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. માળીયાહાટીનામાં હા ઉછીના આપેલ ૧૪ લાખની રકમ પરત ન કરતા મહિલાએ પાડોશી પિતા પુત્ર સામે વિશ્વાસઘાત છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પહેલો સગો પાડોશી કહેવાય છે પરંતુ માળીયાહાટીનામાં પાડોશી દ્વારા વિશ્વાસઘાત કર્યાનો બનાવ નોંધાયો હતો.આ અંગે માળીયાહાટીના પોલીસમાંી પ્રાપ્ત વિગત મુજબ બસ સ્ટેન્ડ સામે રહેતા રેમતબેન વાલાભાઈ બાબવાણીની પાડોશમાં રહેતા વલીમામદ ગફારભાઈ ગાજિયાણીએ અગાઉ વૃદ્ધાની મિલકત વેચી દીધેલ હતી અને તે રકમ પડી હોવા અંગેની જાણ તા વલીમામદ રેમતબેન પાસે આવી અશોક ભવન લેવાનું જણાવી ત્રણ મહિનામાં રૂપિયા પરત આપવાનું જણાવી પાંચ લાખ ઉછીના લઈ ગયેલ હતા. જેના બદલામાં ચેક પણ આપેલો હતો. આ ઉપરાંત મહિલાના ભાઈ છોટુભાઈ પાસેી પણ ૯ લાખ ઉછીના લીધેલ હતા. અને તેના બદલામાં વલી મોહમ્મદ ભાઈએ તેના દીકરા રિયાઝના નામે નવ લાખની રકમનો ચેક આપેલ હતો. ત્યારબાદ પિતા પુત્ર જૂનાગઢ ખરાવાડમાં રહેવા જતા રહ્યા હતા. ઉછીની આપેલ ૧૪ લાખની રકમ અંગે અવારનવાર ઉઘરાણી કરતા ખોટા વચનો આપ્યા હતા અને ચેક રિટર્ન તા મહિલા અને તેના પુત્ર જૂનાગઢ વલીમામદના ઘરે રૂપિયા માંગવા જતા તારા પૈસા ભૂલી જજે, હવે તને પૈસા પરત મળશે નહીં અને ફરીી અમારા ઘરે પૈસાની ઉઘરાણી કરવા આવતા નહીં તેમ જણાવતા મહિલાએ પિતા પુત્ર સામે ૧૪ લાખની રકમ લઈ વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા અંગે માળિયા હાટીના પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech