માધવપુરમાં વેવાઈ-વેવાણ ઉપર દીકરાના સસરા સહિતના ઈસમોએ કર્યો ઘાતક હુમલો

  • March 17, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના માધવપુર ગામે વેવાઈ વેવાણ ઉપર દીકરાના સસરા સહિત તેના પરિવારજનોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. 
માધવપુર ગામે મછીયારાવાડમાં રહેતા જાનીભાઈ ઈસ્માઈલ લુચાણી નામના યુવાને એવી ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૧૪/ ૩ ના રાત્રે ૧૧:૩૦ વાગ્યે તેઓ તથા તેમના પત્ની સકીનાબેન બંને તેમના દીકરા રજાકના સસરા હનીફ ઉંમર લુચાણીના ઘરે દીકરા રજાકને તેડવા ગયા હતા એ સમયે હનીફ ઉંમરે જાનીભાઈ અને તેની પત્નીને ઘરમાં આવવા દીધા ન હતા અને ભગાડી મૂક્યા હતા આથી તેઓ બંને દરિયા કિનારે ચાલીને ઘરે પરત ફરતા હતા ત્યારે તેના દીકરાના સસરા હનીફ ઉમર લૂચાણી ઉપરાંત તેના પરિવારના સભ્યો
ઉમર જુસબ, અશરફ ઉમર, ભીખુ ઉમર, સાદીક હનીફ, ઇરફાન હનીફ, ઈમ્તિયાઝ હનીફ અને હનીફ ઉમર વગેરે લોખંડના પાઇપ અને છરી લઈને ધસી આવ્યા હતા તથા ફરિયાદી જાનીભાઈ લુચાણી ને માર માર્યો હતો તથા હનીફ ઉમરે જાનીભાઈના પત્ની સકીનાબેન ના માથામાં છરી વડે ઇજા પહોંચાડી હતી આથી આ તમામ સાત ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આગળની તપાસ માધવપુર પોલીસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application