રેસકોર્સના મેદાનમાં યોજાનારા લોકમેળામાં સ્ટોલ અને પ્લોટના હરાજીના ફોર્મ બહાર પડા ત્યારથી કંઈક ને કંઈક વિવાદ થતો રહ્યો હતો અિકાંડને લઈને આ વખતે મેળામાં નિયમો કડક કરાયા હોવાથી પ્લોટ રાઈડસ વાળાઓએ અને એડવાન્સ જીએસટીને લઈને આઈસ્ક્રીમ સ્ટોલ માટે ફોર્મ ભરનારા ધંધાર્થીઓ દ્રારા મનામણા–રિસામણા કરાવાતા હતા. અંતે રાઈડસમાં કલેકટર તત્રં દ્રારા માસ્ટર સ્ટોક લગાવાતા આઈસ્ક્રીમના સ્ટોલ માટેના ધંધાર્થીઓ શાનમાં સમજી ગયા અને બધા સ્ટોલ તથા પ્લોટની હરાજી પૂર્ણ થતાં વાદ–વિવાદનો અધ્યાય પણ પૂર્ણ થયો છે.
મેળામાં રાઈડસ માટેના ૩૧ પ્લોટની હરાજીમાં ૯૦ ધંધાર્થીઓએ ફોર્મ ભર્યા હતા આવી રીતે આઈસ્ક્રીમના ૧૬ સ્ટોલ માટે પણ ધંધાર્થીઓ હરિફાઈમાં ઉતર્યા હતા. રાઈડસના સંચાલકો દ્રારા નિયમો હળવા કરવા, ફાઉન્ડેશન ન ભરવા સહિતની માગણી ઉચ્ચારીને ત્રણ ત્રણ હરાજીમાં મો ફેરવી લીધું હતું. આવી રીતે આઈસ્ક્રીમના ધંધાર્થીઓએ પણ તેમના એડવાન્સ જીએસટીના પ્રશ્ન અને રાઈડસ ન આવે તો ધંધો ન થાય તે વાતને લઈને ત્રણ હરાજીમાં હાના–હાના કરી હતી. કલેકટર તત્રં દ્રારા ચોથી હરાજીમાં એક જ પાર્ટીને ૧.૨૭ કરોડમાં રાઈડસના તમામ ૩૧ પ્લોટ ફાળવી દેવાનો નિર્ણય લેવાયો હતો. એ જ દિવસે ૧૦થી વધુ આઈસ્ક્રીમના સ્ટોલ પણ ફટાફટ બુક થઈ ગયા હતા અને બાકી રહેલા અન્ય સ્ટોલ બાબતે પણ જો લોકલ વેપારીઓ નહીં આવે તો કંપનીઓ કે એજન્સીઓને આઈસ્ક્રીમના સ્ટોલ ફાળવી દેવાશે તેવું નકકી કરાયું હતું જેને લઈને આઈસ્ક્રીમ સ્ટોલ માટે ઈચ્છા ધરાવનારા અરજદાર ધંધાર્થીઓએ ફટાફટ સ્ટોલની હરાજીમાં જોડાઈને સ્ટોલ અંકે કરી લીધા હતા. હવે કલેકટર તંત્રની મેળા અમલીકરણ સમિતિ ગ્રાઉન્ડ વ્યવસ્થા ગોઠવવામાં કામે લાગી છે. મેળામાં અંદાજે ૧૫૦ જેટલા અધિકારીઓથી લઈ કર્મચારીઓ સહિતનો સ્ટાફ કાર્યરત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech