પોરબંદરના ખાપટ ગામે એક મહિલાએ તેના મકાનમાં જુગારધામ શ કરીને બહારથી જુગારીઓને એકત્ર કર્યા છે તેવી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડયો હતો જેમાં જુગારનો અખાડો ચલાવનાર મહિલા સહિત ચાર ઇસમોની ૬૪,૫૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.
ખાપટના નવાપરામાં રહેતી પીબેન હરીશ આગઠે પોતાના ઘરમાં જુગારધામ શ કર્યુ છે તેવી લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. બટુકભાઇ વિઝુંડા અને હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ માવદીયાને માહિતી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં જુગારનો અડ્ડો શ કરનારી પીબેન પણ જુગાર રમતી હતી તે ઉપરાંત બોખીરાની જનકપુરી સોસાયટીમાં રહેતો વિજય રતિલાલ પારેલ, જી.આઇ.ડી.સી.માં ગીતાનગર સામે રહેતો પરબત રણમલ મોઢવાડીયા અને કુછડી ગામે બસ સ્ટેશન પાસે રહેતો વેજા જીવા કુછડીયા પણ જુગાર રમતા હતા તેથી પોલીસે ૬૪,૫૦૦ની રોકડ કબ્જે કરીને તમામ સામે કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech