જામનગરના ૧૫ ગ્રાહકો દ્વારા નવા સ્માર્ટ મીટરની સાથે જુના મીટર લગાવીને પણ રીડિંગ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ
જામનગર શહેરમાં વિજ તંત્રના સ્માર્ટ મીટર મૂકવા બાબતે અસમંજસ ચાલતો હોવાથી જામનગર પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન દ્વારા લીમડાલેન વિસ્તારમાં જુદા જુદા બે ગ્રાહકોને ત્યાં નવા સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ મૂકીને વિજ વપરાશ યુનિટની સરખામણી કરવામાં આવી હતી, અને બંનેના યુનિટ એક સરખા નોંધાયા છે. આ જ પ્રકારની વ્યવસ્થા જામનગર શહેરમાં અલગ અલગ પંદર જેટલા વીજ ગ્રાહકોને ત્યાં ગોઠવવામાં આવી છે, અને નવા સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર લગાવીને વિજ વપરાશ ના યુનિટ ની સરખામણી કરવામાં આવી રહી છે. અન્ય કોઈ ગ્રાહકો આ સુવિધા ચાલુ રાખવા માંગતા હોય તો તે અંગેની પ્રક્રિયા પણ થઈ રહી છે.
જામનગર શહેરમાં તારીખ ૨૦.૫.૨૦૨૪ ના રોજ લીમડા લાઈન માં સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલે છે, તેવી પીજીવીસીએલને રજૂઆત મળતા સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલો હતો. જેમાં સ્માર્ટ મીટરની સાથે અગાઉના જેમ જ ડિજિટલ મીટર પણ કમ્પેર કરવા માટે લગાડવામાં આવેલ હતું.
નાયબ ઇજનેર અજય પરમાર ને આ બંને મીટરના કંમ્પેર કરીને મેળવેલ ડેટા અંગે પૂછતાં તેમના દ્વારા વિગત જાહેર કરવામાં આવેલી છે. આ વિગત મુજબ સ્માર્ટ મીટર તથા ડિજિટલ મીટર બંને ના વીજ નોંધણીમાં કોઈ જાતનો ફરક આવેલો નથી. તેમજ જે જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાડવામાં આવેલું છે, તેના ડેટા પણ ગ્રાહકને દર્શાવવામાં આવેલા હતા, અને તેઓ પણ આ વાતથી સહમત થયા હતા. લોકોમાં જાગૃતતા ફેલાય તથા સાચી માહિતી મળી રહેઝ તે માટે સેન્ટ્રલ પેટા વિભાગ દ્વારા આ રીતે કમ્પેર કરવા માટે આશરે ૧૫ જેટલા ગ્રાહકોના વિજ જોડાણમાં બીજું ડિજિટલ મીટર મૂકીને લોકોની ગેરસમજ ને દૂર કરવા પ્રયત્નો કરેલા છે.
આ જ રીતે લીમડાલાઈનમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં આવેલ ગ્રાહક ડોકટર ગાંધીના ઘરે પણ સ્માર્ટ મીટરની સાથે ડિજિટલ મીટર કમ્પેર કરવા મૂકવામાં આવેલ હતું, જેમના ડેટાની વિગત પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં પણ બંને મીટર ના વીજ વપરાશની નોંધણી માં કોઈ ફરક ન હતો.
ઉલ્લેખનીય છે કે હાલમાં સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલે છે, તેવી ગેરસમજ ના કારણે લોકોમાં વિરોધ વ્યાપક બન્યો છે, અગાઉ સ્માર્ટ મીટર લાગ્યા પહેલાંનું જે કોઈ લેણું બાકી રકમ હતી તેનું દરરોજના હિસ્સામાં ઇન્સ્ટોલમેન્ટ કરી દેવામાં આવતું, અને જેના કારણે દરરોજ નિયત સમયે આ રકમ બેલેન્સ માંથી કપાત કરવામાં આવતી હતી, અને જેના કારણે ગ્રાહકોમાં આ સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલે છે, તેવી ગેરસમજ ઊભી થયેલી છે, જે બાબતે વડી કચેરીઓ દ્વારા આ રકમ ભરપાઈ કરવા માટે અલગથી વિકલ્પ આપવામાં આવશે, તેવું વિચારણા હેઠળ છે.
તેમજ સ્માર્ટ મીટર માં અગાઉથી રિચાર્જ કર્યા બાદ વીજ વપરાશ ચાલુ થશે, તેવી જોગવાઈ હતી એ નિયમો માં પણ ફેરફાર કરવામાં આવેલા છે, અને પહેલાની જેમ જ માસિક બિલ પદ્ધતિ થી ગ્રાહક પોતાનો વપરાશ મુજબનું બિલ રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર તથા મોબાઈલ એપ્લીકેશન મારફતે મેળવી પહેલાની જેમ જ બિલની નિયત અવધિમાં ભરપાઈ કરી શકે છે. અને એડવાન્સ માં રિચાર્જ કરવાની જરૂરિયાત ફરજિયાત રહેશે નહિ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech