છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 7.5, મોટા પાંચદેવડા, પડાણા અને મોટા ખડબામાં 3.5, દરેડ, બાલંભા, લતીપર અને મોડપરમાં 4, જોડીયા, ખંભાળીયામાં દોઢ અને જામનગરમાં એક ઇંચ વરસાદ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ-ત્રણ દિવસ સુધી અતિભારે વરસાદ વરસાવી સટાસટી બોલાવ્યા બાદ આજ સવારથી વણદેવે વિરામ લેતાં લોકોએ રાહતનો દમ લીધો છે, ગઇકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં દ્વારકામાં 7.5, મોટા પાંચદેવડા, પડાણા અને મોટા ખડબામાં 3, દરેડ, બાલંભા, લતીપર અને મોડપરમાં 4, જોડીયા, ખંભાળીયામાં દોઢ અને જામનગરમાં એક ઇંચ વરસાદ પડયો છે. ખંભાળીયા અને દ્વારકા જાણે કે સ્પધર્િ કરે છે તેમ દ્વારકામાં 86 અને ખંભાળીયામાં 85 ઇંચ થઇ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં મોટા પાંચદેવડા અને મોટા ખડબા 3, પડાણામાં 3.5, દરેડ, બાલંભા, લતીપુર અને મોડપરમાં 2, જામનગરમાં 1, જોડીયા 1.5, ધ્રોલ પોણો, કાલાવડ અડધો, જામજોધપુરમાં પોણો, દ્વારકા 7.5, ખંભાળીયા 1.5, કલ્યાણપુર અને ભાણવડમાં પોણો ઇંચ વરસાદ પડયો છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં જામનગર તાલુકામાં વસઇ 21 મીમી, લાખાબાવળ 24, મોટી બાણુગાર 32, ફલ્લા 18, વંથલી 36, મોટી ભલસાણ 30, અલીયાબાડા 22 અને દરેડમાં 50 મીમી વરસાદ થયો છે. જોડીયા તાલુકામાં હડીયાણા 40, બાલંભા 45, પીઠડ 12, ધ્રોલ તાલુકામાં લતીપુર 52, લૈયારા 36, કાલાવડ તાલુકામાં ખરેડી 32, મોટા વડાળા 25, ભલસાણ બેરાજા 15, નવાગામ 10, મોટા પાંચદેવડા 78, જામજોધપુર તાલુકામાં સમાણા 16, શેઠવડાળા 18, વાંસજાળીયા 23, ધુનડા 25, ધ્રાફા અને પરડવા 20, પીપરટોડા 30, પડાણા 85, ભણગોર 22, મોડપર 55 અને હરીપરમાં 21 મીમી વરસાદ પડયો છે, આમ આજે સવારથી સુર્યદેવતાએ દેખા દીધી છે અને તડકો નિકળતા લોકોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech