આમ આદમી પાર્ટી દ્વારા અપાયું આવેદનપત્ર: 300 યુનિટ ફ્રી વિજળી આપવાની માંગણી કરી: જરૂર પડે તો ગલી-ગલીમાં જઇને લોકોને કરશે જાગૃત: જો કનેકશન કાપી નખાશે તો ડાયરેકટ છેડા આપી દેવાની પણ દેખાડેલી તૈયારી
જામનગરમાં પીજીવીસીએલના સ્માર્ટ વિજ મીટર સામે ધીમે ધીમે રોષ એક જબરા જનાક્રોશમાં ફેરવાઇ રહ્યો છે, લોકોમાં ભારે સંતોષ છે, આજે આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે કલેકટર કચેરીને આવેદનપત્ર આપવામાં આવેલ છે, તેમાં 300 યુનિટ ફ્રી વિજળી આપવાની વાત તો કરાઇ છે, સાથે સાથે એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો આ રંજાડ રોકવામાં નહીં આવે તો આપ ગલી-ગલીમાં ઉતરશે અને લોકોને જાગૃત કરશે, આટલું જ નહીં, રીચાર્જ નહીં થવાના વાંકે જેના કનેકશન કપાયા હશે, તેને પણ પોતે ડાયરેકટ ચાલુ કરી દેશે, મતલબ કે ખુલ્લી લડતની ચેતવણી અપાઇ છે.
જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા શરૂ કરાયેલા સ્માર્ટ વિજ મીટર ને કેન્સલ કરાવવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાને પડી છે, અને જન આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. શહેરમાં સ્માર્ટ મીટર કેન્સલ કરવાની સાથો સાથ ગરીબ લોકોને દર મહિને 300 યુનિટ ફ્રી વીજળી આપવાની માંગણી સાથે મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર અપાયું છે. નજીકના ભવિષ્યમાં આ નિર્ણય પરત લેવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી શેરી મહોલ્લામાં જઈને ત્યાં આંદોલન કરશે, તેવી ચીમકી ઉચ્ચારી છે.
જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વિજ મીટર લગાવવાની કાર્યવાહી શ કરવામાં આવી છે, અને પ્રીપેઇડ રિચાર્જ સિસ્ટમ વગેરે દાખલ કરવામાં આવી રહી છે. જેથી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, અને આજે આપના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડની આગેવાની હેઠળ આપના કાર્યકતર્ઓિ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીને સંબોધીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે, અને સ્માર્ટ મીટર યોજના કેન્સલ કરવાની સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટી ફ્રી વીજળી આપવાની માંગણી કરવામાં આવી છે.
વિજળીનો સરકારી ભાવ રૂ. 3.9પ છે, ત્યાં ફયુઅલ એડજેસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને 1 યુનિટ રૂ. 8.પ8 પૈસામાં પડે છે, તેમાં પાછો આ સ્માર્ટ મીટર અને પ્રીપેઇડ કાર્ડનો મરણતોર ઘા આવ્યો છે, જે લોકો ઉછીના લઇને બે-બે બીલ પેનલ્ટી સાથે ભરે તો એ પ્રિપેઇડ કેવી રીતે ચાર્જ કરશે, જો રૂપિયાના નહીં હોય તો પુંરૂ થઇ ગયેલું રીચાર્જ કેવી રીતે કરશે ? નાના બાળકો, ઘરડા મા-બાપ કે પરિવારના બીમાર સભ્યોએ કઇ રીતે સાચવશે ?
નજીકના ભવિષ્યમાં તંત્ર દ્વારા સ્માર્ટ મીટર યોજના પડતી મુકવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી શેરી ગલી મહોલ્લામાં જઈને લોકોની વચ્ચે સરકાર અને વીજળી કંપની સામે જન આંદોલન કરી લોકોને જાગૃત કરશે, તેમજ જે નાગરિકોના વીજ કંપનીઓ દ્વારા જૂના મીટર બંધ કરવામાં આવશે, તેઓને આમ આદમી પાર્ટી ના કાર્યકતર્ઓિની ટીમ દ્વારા વિજ થાંભલા પરથી સીધું વીજ જોડાણ ચાલુ કરાવી આપશે. જેથી રિચાર્જ કરવાનું કે બિલ ભરવાનો કોઈ પ્રશ્ન નહીં રહે, તેમ જણાવી ફરી સ્માર્ટ મીટર યોજના પરત લેવા અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech