ઇસ્લામિક દેશ ઇરાકની સંસદે તાજેતરમાં ત્રણ વિવાદાસ્પદ કાયદા પસાર કર્યા છે, જેમાંથી એક કાયદામાં ધર્મગુરૂ ઓને છોકરીઓની લગ્ન ની ઉંમર નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. આ કાયદો મહિલાઓના અધિકારો માટે ચિંતાનો વિષય બની ગયો છે.
ઇરાકની સંસદે ત્રણ વિવાદાસ્પદ કાયદાઓને મંજૂરી આપી છે જેમાંથી એક કાયદામાં ધર્મગુઓને છોકરીઓના લગ્ન ની ઉંમર નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. આ પગલાથી મહિલા અધિકાર સંગઠનો અને માનવ અધિકાર કાર્યકરોમાં ઉડી ચિંતાઓ ઉભી થઈ છે. ૧૯૫૯ના ઇરાકી કાયદા મુજબ, છોકરીઓ માટે લગ્ન ની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ હતી. પરંતુ નવો કાયદો મૌલવીઓને ઇસ્લામિક કાયદાનું અર્થઘટન કરવાની સત્તા આપે છે, જેના કારણે ૯ વર્ષની નાની ઉંમરની છોકરીઓના લગ્ન ની શકયતા વધી શકે છે. આ પરિવર્તન જાફરી ઇસ્લામિક વિચારધારાને અનુસરે છે, જે ઇરાકમાં ઘણા શિયા ધાર્મિક નેતાઓ દ્રારા અનુસરવામાં આવે છે.
શિયા નેતાઓનો પક્ષ
શિયા તરફી નેતાઓ કહે છે કે આ સુધારા ઇસ્લામિક સિદ્ધાંતો અનુસાર કરવામાં આવ્યા છે. તેમનો દલીલ છે કે આ કાયદો પશ્ચિમી સંસ્કૃતિના સાંસ્કૃતિક પ્રભાવોને રોકવા માટે છે અને ઇસ્લામિક મૂલ્યોનું રક્ષણ કરશે.
આ કાયદાઓ પસાર કરવાની પ્રક્રિયા પણ વિવાદાસ્પદ રહી. અપક્ષ સાંસદ નૂર નફી અલીએ જણાવ્યું હતું કે આ કાયદા યોગ્ય મતદાન વિના પસાર કરવામાં આવ્યા હતા. તેમણે તેને લોકશાહીની મજાક ગણાવી.આ વિવાદાસ્પદ કાયદાઓએ ઇરાકમાં સામાજિક અને રાજકીય ચર્ચા જગાવી છે. યારે કેટલાક લોકો તેને ઇસ્લામિક મૂલ્યોની પુન:સ્થાપના તરીકે જુએ છે, તો ઘણા લોકો તેને મહિલાઓના અધિકારો અને સ્વતંત્રતા માટે ગંભીર ખતરો માને છે. લાંબા ગાળે, આ કાયદાઓની અસર ઇરાકના સામાજિક માળખા પર ઉડી અસર કરી શકે છે
મહિલા અધિકારો પર કટોકટી
માનવાધિકાર સંગઠનો અને મહિલા સંગઠનોએ આ કાયદાની આકરી ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આ કાયદો મહિલાઓની સ્વતંત્રતા અને સલામતી માટે ખતરો બની શકે છે. સંગઠનોને ડર છે કે મહિલાઓને ઘરમાં કેદ કરવામાં આવી શકે છે અને તેમના અધિકારોનું ઉલ્લંઘન થઈ શકે છે.ઇરાકની સંસદે સામાન્ય માફીનો કાયદો પણ પસાર કર્યેા છે, જે ભ્રષ્ટ્રાચાર અને ઉચાપતના આરોપમાં જેલમાં બધં સુન્ની કેદીઓને મુકત કરવાનો માર્ગ મોકળો કરે છે. આ ઉપરાંત, એક જમીન કાયદો પણ પસાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ કુર્દિશ વિસ્તારો પર દાવો કરવાનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMપરિમલ નથવાણી, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય
May 21, 2025 04:18 PMમાવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એક ઈંચ વરસાદ
May 21, 2025 04:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech