પોરબંદર નજીકના હનુમાનગઢ ગામે ખેતરના સેઢામાં દવા છાંટવા પ્રશ્ર્ને બે પરિવારો વચ્ચે મારામારી થતા સામસામે ક્રોસ ફરીયાદ નોંધાય છ.ે જેમાં બે મહિલા સહિત કુલ આઠ લોકો સામે ગુન્હો દાખલ થયો છે.
યુવાન દ્વારા ફરીયાદ
હનુમાનગઢ ગામે વાડી વિસ્તારમાં રહેતા સંજય બાબુભાઈ ગોરાણીયા નામના ૨૪ વર્ષના યુવાને એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે,તે તેના વાડીના ફળિયામાં બપોરે બેઠો હતો,ત્યારે બાજુમાં રહેતો કુટુંબીભાઈ ભરત ભીખા ગોરાણીયા બંનેના ખેતરની વચ્ચે આવેલા શેઢામાં ખડમાં દવા છાંટવા આવતા ફરીયાદી સંજયે ભરતને શેઢામાં દવા છાંટવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો આથી સંજયે ગાળો બોલવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી એ દરમિયાન ભીખા સરમણ ગોરાણીયા, રામા સરમણ ગોરાણીયા, આવડા રામા ગોરાણીયા આવી ગયા હતા અને ચારે ઈસમો સંજયને માર મારવા લાગ્યા હતા,ભરતે લાકડી વડે માર્યો હતો આથી સંજય નીચે પડી જતા તેના માતા કારીબેન અને બહેન સોનલ ખેતરમાં કામ કરતા હતા તે ત્યાં દોડીને આવ્યા હતા આથી એ ચારે ત્યાંથી જતા રહ્યા હતા.ઘાયલ સંજયને ઘરે લઈ જતા હતા,એ દરમિયાન લાખીબેન રામા ગોરાણીયા અને વેજીબેન ભીખા ગોરાણીયા તેના ઘર પાસે ઉભા ઉભા સંજય તથા તેના માતા કારીબેનને ગાળો આપતા હતા.ફરીયાદીના બા કારીબેને ઇમરજન્સી સેવા ૧૦૮ ને ફોન કરી સંજયને એમ્બ્યુલન્સમાં પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે દાખલ કર્યો હતો.અને ત્યાંથી તેણે કુટુંબીભાઈ ભરત ઉપરાંત ભીખા, રામા, આવડા, લાખીબેન અને વેજીબેન સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
ક્રોસ ફરીયાદ
ક્રોસ ફરીયાદમાં ભરત ભીખાભાઈ ગોરાણીયા દ્વારા એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તેઓ તા.૯/૯ ના બપોરે હનુમાનગઢ ગામની કરાર સીમ ખાતે આવેલ ખેતરે શેઢામાં ખડની દવા છાંટવા ગયો ત્યારે તેનો કૌટુંબિક ભાઈ સંજય બાબુ ગોરાણીયા તેના ફળિયામાં બેઠો હતો અને તે ભરત પાસે આવીને તું શેઢા પર દવા છાંટતો નહી તેમ કહ્યું હતુ,આથી ફરીયાદી ભરતે કહ્યું હતું કે,શેઢા ઉપર ખડ વધી ગયું છે,જેથી મારે દવા છાંટવી પડે તેમ છે,એમ કહેતા સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડનો પાઇપ લઈને મારવા દોડતા ફરીયાદી ભરતના પિતા ભીખાભાઈ ગોરાણીયા તથા કાકા રામાભાઈ અને કાકાનો દીકરો આવડો આવી પહોંચ્યા હતા અને બોલાચાલી થતા સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. લોખંડના પાઇપ વડે સંજય ફરીયાદી ભરતના ઢાળીયાની બારીમાં ઘા મારીને તોડી નાખી હતી એ દરમિયાન ભરતના બા કારીબેન આવી ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા તથા તમે હવે અહીંથી બીજે રહેવા જતા રહેજો નહીતર તમને મારી નાખીશ તેવી ધમકી આપી હતી આરોપીઓ માથાભારે તથા ઝઘડો કરવાની ટેવવાળા હોવાથી તેનાથી ડર લાગતા ફરીયાદી ત્યાંથી વાડીએ જતા રહ્યા હતા પરંતુ ત્યારબાદ કુટુંબી ભાઈઓને વાત કરતા અંતે સંજય અને કારીબેન વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે,જેમાં જણાવ્યું છે કે ઢાળીયાની બારીમાં તથા નળિયામાં લોખંડના પાઇપ મારીને અંદાજે ૨૦૦૦ નું નુકસાન કર્યું છે અને હત્યાની ધમકી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech