પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેન્ક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવશે. પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત ૧,૭૨૩ માઇક્રો-એ.ટી.એમ. વહેંચાવામાં આવ્યા હતા. તેવી જ રીતે, પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં દૂધ સહકારી મંડળીઓના સભાસદોને ૧,૨૩,૬૮૫ રૂપેય ક્રેડિટ કાર્ડની વહેંચણી બાદ, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પહેલનો પ્રારંભ કરવામાં આવશે. ભારતમાં ૨૯ ક્ષેત્રોની કુલ ૮,૦૨,૬૩૯ સહકારી સોસાયટીમાંથી ૮૧,૩૦૭ સહકારી સોસાયટીઓ ગુજરાતમાં આવેલી છે. આ માહિતી સહકારીતા મંત્રી અમિત શાહે રાજ્યસભામાં ફેબ્રુઆરી ૭, ૨૦૨૪ના રોજ સાંસદ પરિમલ નવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી.
મંત્રીના નિવેદન અનુસાર, ડેરી અને ફિશરીઝ સહકારી મંડળીઓને જિલ્લ ા સહકારી કેન્દ્રિય બેન્ક (ડીસીસીબીએસ) અને રાજ્ય સહકારી બેન્ક (એસઆઈસીબીએસ)ના બેન્ક મિત્ર બનાવી શકાય. તેમના વ્યવસાય કરવાની સરળતા, પારદર્શિતા અને નાણાકિય સમાવેશને સુનિશ્ર્ચિત કરવા માટે ડોર-સ્ટેપ ફાઇનાન્સિઅલ સર્વિસીસ પૂરી પાડવા નાબાર્ડ દ્વારા બેન્ક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવે છે. બીજી એક પહેલમાં, ડીસીસીબીએસ/એસઆઈસીબીએસની પહોંચને વિસ્તારવા તા ડેરી કોઓપરેટીવ સોસાયટીના સભ્યોને જરૂરી નાણાં પૂરા પાડવા રૂપેય કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ છે, જેી સહકારી મંડળીના સભાસદોને ઘણાં નીચા વ્યાજદરે ધિરાણ આપી શકાય અને તેમને નાણાકીય વ્યવહાર કરવા સક્ષમ બનાવી શકાય.
પ્રત્યુત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે અર્બન કો.ઓપ. બેન્કોની હાઉસિંગ લોનની મર્યાદા ા.૩૦ લાખી બમણી કરીને રૂ.૬૦ લાખ કરવામાં આવી છે અને ગ્રામીણ સહકારી બેન્કોની મર્યાદા અઢી ગણી વધારીને રૂ.૭૫ લાખ કરવામાં આવી છે. સરકારે ત્રણ નવી રાષ્ટ્રીય સ્તરની મલ્ટી-સ્ટેટ સોસાયટીની સપના કરી છે. (૧) નેશનલ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ સીડ સોસાયટી પ્રમાણિત બિયારણ માટે (૨) નેશનલ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ ઓર્ગેનિક સોસાયટી ઓર્ગેનિક ખેતી માટે (૩) નેશનલ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ એક્સપોર્ટ સોસયટી નિકાસને પ્રોત્સાહન આપવા માટે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech