દિલ્હીના વસતં કુંજ વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની ચારેય વિકલાંગ દીકરીઓને ઝેરી ટીકડા ખવડાવીને બાદમાં પોતે પણ ઝેરના પારખા કરી લીધા હતા, અત્યતં કણાજનક આ ઘટનામાં એક જ પરિવારના પાંચેયના મોત નીપયા છે. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા કાફલો દોડી ગયો હતો અને મુતદેહોને પીએમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના રંગપુરી ગામમાં બની હતી. પત્નીનું કેન્સરમાં મોત થયા બાદ પતિ ખુબ આઘાતમાં હતો અને ચારેય દીકરીઓને સાચવવામાં જ મોટાભાગનો સમય વિતાવતો હતો તો બીજી તરફ રોજગારી પર પણ અસર પડી રહી હતી.
દિલ્હીના વસતં કુંજ વિસ્તારના રંગપુરી ગામમાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કર્યાની ઘટના અંગે પડોશીઓએ પોલીસને જાણ કર્યા પછી પ્રકાશમાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી તો મનો દરવાજો અંદરથી બધં હતો. દરવાજો તોડવામાં આવતાં પાંચ સડી ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા.પોલીસે મૃતદેહોને બહાર કાઢા હતા. હાલ પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે એક વ્યકિત અને તેની ચાર પુત્રીઓએ શા માટે આત્મહત્યા કરી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, શઆતની તપાસમાં એવું લાગે છે કે પિતાએ પહેલા બધાને સલ્ફાસની ગોળી ખવડાવી અને બાદમાં પોતે ખાઈ લીધી. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ વધુ વિગત સામે આવશે . પોલીસને શંકા છે કે વિકલાંગ દીકરીઓના પિતાએ ખરાબ સંજોગોને કારણે આપઘાત જેવું પગલું ભયુ હોઈ શકે છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પિતા હીરાલાલ સુથાર તરીકે કામ કરતા હતા અને તેમની પત્નીનું એક વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ થયું હતું. એ પછી હીરાલાલ એકલા પડી ગયા. પત્નીના અવસાનથી હીરાલાલ સાવ ભાંગી પડા હતા. સીસીટીવી ફટેજમાં ઘરનો મોભી ૨૪મીએ ઘરની અંદર જતા જોવા મળે છે. ત્યારથી ઘરનો દરવાજો અંદરથી બધં હતો.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સુથારની ચારેય પુત્રીઓ વિકલાંગ હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચારેય પુત્રીઓ વિકલાંગ હોવાને કારણે ચાલી શકતી નથી. આમાંની એક દીકરી અધં હતી. એકને ચાલવામાં તકલીફ પડતી હતી.હીરાલાલ છેલ્લા ૨૮ વર્ષથી ઈન્ડિયન સ્પાઈનલ ઈન્જરી સેન્ટર વસતં કુંજમાં સુથાર તરીકે કામ કરતા હતા. તે દર મહિને ૨૫ હજાર પિયા કમાતા હતા. તે જાન્યુઆરી ૨૦૨૪ થી તેની નોકરી પર ગયો ન હતો.
મૃતકના ભાઈ મોહન શર્મા અને તેની ભાભી ગુડિયા શર્માના જણાવ્યા મુજબ, મૃતકે તેની પત્નીના મૃત્યુ પછી પારિવારિક બાબતોમાં રસ લેવાનું બધં કરી દીધું હતું. તેઓ હંમેશા કોઈને કોઈ હોસ્પિટલમાં તેમની દીકરીઓની સારવારમાં વ્યસ્ત રહેતા હતા. દીકરીઓ ભાગ્યે જ તેમના મમાંથી બહાર આવતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech