છત્તીસગઢના બિલાસપુર જંકશન પર રેલવે એન્જિન પાટા પરથી ઉતરી ગયું અને દિવાલ તોડીને પ્લેટફોર્મ પર ચઢી ગયું. આ પછી પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી હતી .જો કે કોઈ જાનહાની ન થતા તત્રં એ રાહતનો શ્વાસ લીધો હતો.પ્રારંભિક માહિતી અનુસાર, છત્તીસગઢ એકસપ્રેસનું એન્જિન કોઈ કારણસર સ્ટેશન પર દિવાલ તોડીને પ્લેટફોર્મ પર આગળ વધી ગયું હતું. આ જોઈને લોકોએ વીડિયો બનાવવાનું શ કરી દીધું અને સ્ટેશન પર હંગામો મચી ગયો.જો કે આવું શા માટે બન્યું તેની વિગત મંગાવાઈ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક ટ્રેન સ્ટેશન છોડીને મથુરા જંકશનના પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી.
સાગ્યની વાત એ છે કે આ અકસ્માત થયો ત્યારે ટ્રેનમાં કોઈ મુસાફરો હાજર ન હતા. આ અકસ્માત બાદ રેલ્વે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, લોકો ડરના માર્યા અહીં–તહીં ભાગવા લાગ્યા હતા. પાછળથી તપાસમાં જાણવા મળ્યું કે જે ક્ષણે ટ્રેન સ્ટેશન છોડીને પ્લેટફોર્મ પર ચઢી હતી. તે સમયે ટ્રેનનો લોકો પાયલોટ વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો અને તેણે તેની બેગ ટ્રેનના બ્રેક હેન્ડલ પર રાખી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech