અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં મુકેશ અંબાણી પાણીની જેમ પૈસા વાપરી રહ્યા છે. મીડિયા રિપોટ્ર્સના અનુસાર, લગ્નમાં અંબાણી પરિવાર 360 મિલિયન એટલે કે 2.6 અબજ ખર્ચ કરશે. તેમજ આ લગ્નમાં મહેમાનોને ખાસ ગિફ્ટ પણ આપશે. તેમજ રિપોટ્ર્સના અનુસાર, મહેમાનોને આપવામાં આવતી ગિફ્ટની જવાબદારી સ્વદેશ ઓર્ગનાઈઝેશનને આપવામાં આવી છે. આ સાથે ઘણા રાજ્યોમાંથી રિટર્ન ગિફ્ટ પણ તૈયાર કરવામાં આવી છે.
આ લગ્નમાં હાજરી આપ્નાર હસ્તીઓ અને વીવીઆઈપી મહેમાનોને રિટર્ન ગિફ્ટ તરીકે કરોડોની કિંમતની ઘડિયાળો આપવામાં આવશે. બાકીના મહેમાનો માટે કાશ્મીર, જામનગર અને બનારસથી રિટર્ન ગિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
આટલું જ નહીં લગ્નમાં બાકીના મહેમાનો માટે અલગ-અલગ ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે. જેમાં બાંધણી દુપટ્ટા અને સાડીનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, આ બાંધણી દુપટ્ટા અને સાડીના નિમર્તિા વિમલ મજીઠિયાને 4 મહિના પહેલા ભેટો તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાલમાં 876 દુપટ્ટા અને સાડીઓ તૈયાર કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત મુકેશ અંબાણી અને નીતા અંબાણી રિટર્ન ગિફ્ટમાં બનારસી ફેબ્રિકની બેગ અને રિયલ ઝરીની બનેલી જંગલી ટ્રેન્ડ સાડી પણ આપશે. કરીમનગરના કારીગરો દ્વારા બનાવેલ ચાંદીની કોતરણીવાળી ભેટ પણ આપવામાં આવશે, તમને જણાવી દઈએ કે, અગાઉ જામનગરમાં પ્રિ-વેડિંગ ફંક્શનમાં મહેમાનોને લૂઈસ વિટન બેગ, સોનાની ચેઈન અને મીણબત્તીઓ અને ડિઝાઈનર ફૂટવેર રિટર્ન ગિફ્ટ તરીકે આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech