પોરબંદરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા થયા મહત્વના સૂચનો

  • May 10, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરને પ્રવાસનધામ તરીકે વિકસાવવા માટે સરકાર કટિબધ્ધ છે ત્યારે તેમાં ઘણુબધું ખૂટી રહ્યુ હોવાથી મહત્વના સુચનો કરવામાં આવ્યા છે.
પોરબંદરના એડવોકેટ અને લોહાણા મહાજનના સેક્રેટરી તથા જુદી જુદી સામાજિક, સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અગ્રણીએ પોરબંદરના જિલ્લા કલેકટર કમ વહીવટદાર એસ.ડી. ધાનાણીને પાઠવેલા વિસ્તૃત આવેદનપત્રમાં જણાવ્યુ છે કે પોરબંદર-છાયા નગરપાલિકાને તા. ૧-૧-૨૦૨૫થી મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે અને આપ હાલ તેના વહીવટદારની મહત્વની જવાબદારી નીભાવી રહ્યા છો, મુખ્ય હોદા પરના અધિકારીઓ પોરબંદરના વતની હોવા છતાં  પોરબંદરના વિકાસની ચિંતા સાથે કાર્યરત રહેતા હોય છે. જેનું ગૌરવ છે.
પોરબંદર ખૂબ રળીયામણું શહેર છે, ગાંધી-જન્મભૂમિ હોવાનું કુદરતી સૌભાગ્ય ધરાવે છે, આજના સમય સાથે તાલ મિલાવવા અને વિકાસની ગતિ મેળવવા થોડા સુધારાઓ જ‚રી હશે, જેનું સંકલન કરી યોગ્ય સ્તરે અમલીકરણ કરાવવાનો યશ આપના શીરે રહેશે. મારી વિવેકબુધ્ધિ અને સમજણ મુજબ નીચેની વગતો સાદર રજૂ છે.
આ શહેરની મુખ્ય સંપતિ રળીયામણો સમુદ્ર છે, કોઇપણ શહેરની લગોલગ આવો સમુદ્ર કિનારો ભાગ્યે જ હશે, આ કુદરતી સંપતિનો અનેક રીતે શહેરના વિકાસમાં ઉપયોગ થઇ શકે તેમ છે, માત્ર સી ફૂડ બીઝનેશ જ નહીં પણ બારમાસી બંદર તરીકે આ દરિયા કિનારાનો ઉપયોગ થાય તો વ્યાપાર-ધંધાની વિશાળ તકો અને આયાત-નિકાસ કરી શક.ે શહેરની સમૃધ્ધ કરી શકાય એવા પુરતા સંજોગો છે. આ જ દરિયા કિનારાને પ્રવાસનધામ તરીકે વિકસાવી બીચ બનાવવાની તકો રહેલી છે, માર્ગ વ્યવહારના બદલે ફેરી બોટ સર્વિસ ઉપલબ્ધ કરી પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય એવું છે. 
ગાંધી-જન્મભૂમિ હોવાના કારણે આ શહેરનું  આગવુ સ્થાન માત્ર ભારતભરમાં જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસવું જોઇએ. સરદાર પટેલની નમુનેદાર પ્રતિમાનું જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઐતિહાસિક કામ થયેલ છે. તે જ રીતે મહાત્મા ગાંધીજીનું મહત્વ જાળવવા કે વિકસાવવા આવું જ કાંઇક આયોજન પોરબંદર વિસ્તારમાં થવું જોઇએ, વિશ્ર્વમાં કયાંય ન હોય તેવા વિશાળ ગાંધી-સ્ટેચ્યુ, ગાંધી સ્મારક, ગાંધી-સ્મૃતિ કે ગાંધી વિચારોને વિશ્ર્વ સમક્ષ રજુ કરી શકાય એવું બેનમુન આયોજન કરવુ જોઇએ.
આજની નવી પેઢીને આકર્ષિત કરવા ગાંધી-વિચારો આધારિત ઇ-લાયબ્રેરી, મ્યુઝીયમ અથવા હાઇ ટેકનોલોજીના ઉપયોગ સાથે મનોરંજક રીતે લોકોને પોરબંદર સુધી આવવા મજબુર થવુ પડે, જે રીતે દુબઇમાં બુર્જ-ખલીફા અજોડ ઇમારત બની છે, તેની સાથે મ્યુઝીકલ ફાઉન્ટેન, લીફટની સ્પીડ, ક્ધસ્ટ્રકશન કવોલીટી અને ટેકનોલોજીનો સમન્વય કરી તેની પ્રતિકૃતિ સ્વ‚પે કીચેઇનથી શ‚ કરી અસંખ્ય વસ્તુઓ બનવા લાગી છે, જેનો શહેર કે દેશની પ્રજાને રોજગારી સાથે આર્થિક લાભ મળે છે.
આ શહેરમાં બાગ-બગીચા, જોવાલયક સ્થળોનું નવીનીકરણ કરી માણવા યોગ્ય બનાવવા પડે, તેની કાયમી જાળવણી થાય, સુંદરતામાં વધારો થાય એવો કાયમી પ્રબંધ હોવો જોઇએ, ભાવસિંહજી પાર્ક, કમલા નહે‚ બાગ, ‚પાળીબાગ, સુદામાપુરી વગેરે સ્થળોના નિભાવ સ્વાયત સંસ્થાઓ દ્વારા સંતોષજનક રીતે થવો જોઇએ. શહેરની મુલાકાતે આવતા અતિથિઓને યોગ્ય સગવડતા મળે તેવુ આયોજન કરવુ પડે, પ્રવાસીઓને ઇન્ટરનેટના માધ્યમથી આંગળીના ટેરવે માહિતીઓ ઉપલબ્ધ થાય તેવી અપડેટેડ માહિતીઓ પીરસવી પડશે. દ્વારકા, માધવપુર કે સોમનાથના પ્રવાસે અસંખ્ય લોકો આવે છે પણ એક યા બીજા કારણસર તેનો પ્રત્યક્ષ લાભ શહેરને પ્રમાણમાં  ઓછો મળે છે, હોટેલ ઉદ્યોગ પણ જે પ્રમાણમાં વિકસવો જોઇએ તે પ્રમાણમાં વિકસી શકેલ નથી.
શહેરની સ્વચ્છતા, ટ્રાફિકના પ્રશ્ર્નો, રોડ -રસ્તાની  સમસ્યાઓ, વાહનવ્યવહાર, રેલ સેવા, ફેરી સર્વિસ, અઇર -વેઝનો સુચા‚ ઉકેલ લાવવો પડે તેમ છે, કીર્તિમંદિરને  ફરવા અને જોવા લાયક સ્મારક બનાવવું પડશે. શહેરમાં ઓડીટોરીયમ, ફનવર્લ્ડ રીવરફ્રન્ટ, પક્ષી અભ્યારણ્ય, બીચ, બીચ પરની બોટીંગ સ્કુટરીંગ જેવી સગવડતાઓ, મોલ મલ્ટીપ્લેકસ જેવું આધુનિક કલ્ચર આ તમામ સગવડતાઓ આ શહેરને એક નવી ઓળખ આપી શકે તેમ છે. તેમ રાજેશભાઇ લાખાણીએ જણાવ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News