રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ગેન્ટ્રી બોર્ડની નવ સાઇટ સહિત શહેરના વિવિધ પોશ વિસ્તારની કુલ 44 હોર્ડિંગ સાઇટ્સ માટેનો ત્રિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી થતા હવે આ કોન્ટ્રાક્ટ આચારસંહિતા પછી જ ફાઇનલ થશે. મોકાની 44 સાઇટ્સના ત્રિવાર્ષિક કોન્ટ્રાક્ટ આચારસંહિતામાં અટવાઇ જતા ચુંટણી સમયે એડ એજન્સીઓને દબાવી હોર્ડિંગ્સ મેળવી લેતા પક્ષોને ફટકો પડ્યો છે અને પ્રચારમાં પંકચર પડ્યું છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ બ્રાન્ચના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં બ્રિજના પેકેજને સમાવિષ્ટ
કરતી ગેન્ટ્રી બોર્ડની નવ સાઇટ્સ સહિત કુલ 44 હોર્ડિંગ સાઇટ માટે તા.12 માર્ચના રોજ ઓનલાઇન ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા જેની પ્રિ-બીડ મિટિંગમાં 11 જેટલી એડ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ટેન્ડર પ્રસિધ્ધ થયા બાદ ગણતરીના દિવસોમાં જ લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી થઇ જતા કોન્ટ્રાકટ મંજુર કરવાનો સમય રહ્યો ન હતો. હવે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત મોકલાશે પરંતુ તેનો નિર્ણય આચારસંહિતા અમલી છે ત્યાં સુધી તો પેન્ડિંગ જ રહેશે.
ઉપરોક્ત હોર્ડિંગ કોન્ટ્રાક્ટમાં કાલાવડ રોડ ઉપરના કેકેવી ચોક ડબલ ડેકર ઓવરબ્રિજના કોટેચા ચોક તરફના તેમજ આત્મીય કોલેજ તરફના તેમ બન્ને છેડેના ગેન્ટ્રી બોર્ડ, જડૂસ ચોક ઓવરબ્રિજના બન્ને છેડેના ગેન્ટ્રી બોર્ડ, સિવિલ હોસ્પિટલ ચોક ટ્રાએન્ગ્યુલર ઓવરબ્રિજના ગેન્ટ્રી બોર્ડ, ગોંડલ રોડ ટ્રાએન્ગ્યુલર ઓવરબ્રિજના ગેન્ટ્રી સહિતના છ બોર્ડ તેમજ કેસરી હિન્દ પુલનું ગેન્ટ્રી બોર્ડ સહિતના કુલ નવ ગેન્ટ્રી બોર્ડ પેકેજ સહિત પોશ વિસ્તારના મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારની 44 હોર્ડિંગ સાઇટ્સ સમાવિષ્ટ છે. ઉપરોક્ત ટેન્ડરના ઓનલાઇન સબમિશનની અંતિમ તા.2 એપ્રિલ છે. ત્રિવાર્ષિક કોન્ટ્રાકટથી રાજકોટ મહાપાલિકાને રૂ.બે કરોડની આવક થવાનો પ્રાથમિક અંદાજ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચુંટણી મહાનગરપાલિકાની હોય, ગુજરાત રાજ્ય વિધાનસભાની હોય કે લોકસભાની હોય કોઇ પણ ચૂંટણી સમયે એડ એજન્સીઓને દબાવીને મ્યુનિ.હોર્ડિંગ સાઇટ મેળવી લેતા રાજકીય પક્ષોને ઉપરોક્ત ટેન્ડર આચારસંહિતામાં અટવાઇ જતા ભારે ફટકો પડ્યો છે અને વિવિધ રાજકીય પક્ષના નેતાઓએ હવે ખાનગી હોર્ડિંગ મેળવવા દોડધામ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
ગત ચૂંટણીમાં પૂર્વ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલએ
એડ એજન્સીને ધમકાવતા ફરિયાદ થઇ’ તી
તાજેતરમાં ગત વર્ષે યોજાયેલી ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી વેળાએ હોર્ડિંગ મામલે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે વિવાદ થયો હતો અને વિપક્ષની આગેવાનીમાં અમુક એજન્સી દ્વારા તત્કાલિન સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ શાસક પક્ષના ઉમેદવારના પ્રચાર માટે હોર્ડિંગ આપવા ધમકાવતા હોવાની લેખિત ફરિયાદ વિપક્ષ દ્વારા કરાઇ હતી.
કોની પાસે કેટલી સાઇટ? શાસકોએ લિસ્ટ મંગાવ્યું
રાજકોટ શહેરમાં કુલ કેટલી હોર્ડિંગ સાઇટ્સ છે તેમાંથી મહાનગરપાલિકાએ કોન્ટ્રાકટથી આપેલી કેટલી અને ખાનગી માલિકીની કેટલી તેમજ કઇ સાઇટ કઇ એજન્સી હસ્તક છે તે સહિતની તમામ વિગતોનું લિસ્ટ તાજેતરમાં મ્યુનિ.શાસકોએ મંગાવી લીધું હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.
મેદાનોનું બુકિંગ કરાવવા પૂછપરછ શરૂ
મ્યુનિ.એસ્ટેટ બ્રાન્ચમાં ભારે ધમધમાટ
લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ થતાની સાથે જ એક તરફ હોર્ડિંગ બોર્ડ મેળવવા દોડધામ શરૂ થઇ છે, સાથે સાથે જ જાહેર સભાઓ માટે મ્યુનિ.મેદાનોનું એડવાન્સ બુકિંગ મેળવવા એસ્ટેટ બ્રાન્ચમાં પૂછપરછનો મારો શરૂ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech