મોંધવારીના કારણે શહેરી વિસ્તારોમાં એફએમસીજી અને ખાદ્ય પદાર્થોની માંગ પર અસર પડી રહી છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે દેશની બે અગ્રણી એફએમસીજી કંપ્નીઓએ ચાલુ નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કયર્િ છે, તેમના નફામાં ઘટાડો થયો છે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે પરિણામો જાહેર કયર્િ અને તેના અનુસાર, બીજા ક્વાર્ટરમાં કંપ્નીના નફામાં 4 ટકાનો ઘટાડો થયો છે. તેથી ગયા અઠવાડિયે નેસ્લે ઇન્ડિયાએ તેના પરિણામો જાહેર કયર્િ હતા જેમાં તેના નફામાં 0.94 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ કંપ્નીઓનું મેનેજમેન્ટ પણ માંગમાં ઘટાડાને સ્વીકારી રહ્યું છે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ)ના સીઈઓ અને એમડી રોહિત જવાએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં શહેરી બજારોમાં એફએમસીજી માંગમાં મંદી જોવા મળી છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે ઉપભોક્તા માંગમાં ક્રમશ: સુધારા પર નજર રાખી રહ્યા છીએ. બીજા ક્વાર્ટરમાં એચયુએલનો ચોખ્ખો નફો રૂ. 2612 કરોડ હતો જે ગયા નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરમાં રૂ. 2717 કરોડ હતો.
નેસ્લે ઈન્ડિયા પણ શહેરી વિસ્તારોમાં માંગમાં ઘટાડાનો સામનો કરી રહી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાનો ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર ગ્રોથ છેલ્લા આઠ વર્ષમાં સૌથી નીચો રહ્યો છે. શહેરી વિસ્તારોમાં રહેતા મધ્યમવર્ગે તેમના ખચર્ઓિમાં ઘટાડો કર્યો છે. તેની સૌથી વધુ અસર દૂધ અને ચોકલેટ સેગમેન્ટ પર જોવા મળી છે. નેસ્લે ઈન્ડિયાના ચેરમેન અને એમડી સુરેશ નારાયણે જણાવ્યું હતું કે, પ્રીમિયમ વસ્તુઓનો વપરાશ મજબૂત છે પરંતુ મધ્યમ સેગમેન્ટમાં માંગ ઘટી રહી છે જેમાં મોટાભાગની એફએમસીજી કંપ્નીઓ હાજર છે.
સુરેશ નારાયણે કહ્યું કે, જેની પાસે પૈસા છે તે લોકો મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે. પરંતુ મધ્યમવર્ગને મોંઘવારીનો માર પડે છે. તેમણે કહ્યું કે, જે કંપ્નીઓ મધ્યમ વર્ગને ટાર્ગેટ કરી રહી છે અને વાજબી ભાવે વસ્તુઓ ઓફર કરી રહી છે તેઓ કામચલાઉ સમસ્યાઓનો સામનો કરી રહી છે. સુરેશ નારાયણે જણાવ્યું હતું કે મોટાભાગની એફએમસીજી કંપ્નીઓ સમસ્યાનો સામનો કરી રહી છે કારણ કે મધ્યમ વર્ગ કેટલીક મુશ્કેલીમાં છે. તેમણે કહ્યું કે, પહેલા નબળી માંગ માત્ર એક ક્વાર્ટરમાં જોવા મળતી હતી, પરંતુ હવે માંગમાં ઘટાડો સતત 2-3 ક્વાર્ટરમાં જોવા મળી રહ્યો છે. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લાંબા ગાળે માંગમાં સુધારો જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech