રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમનો દરોડો: લાયસન્સ વગર વેચાણ કરતો હોય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી
રાજકોટમાં ટીઆરપી અિકાંડની ઘટના બાદ નિયમો કડક બનાવવામાં આવ્યા છે. ગેરકાયદે ફટાકડાના વેચાણ કરનાર સામે પોલીસ કડક પગલા રહી છે.ત્યારે રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે મેટોડા જીઆઇડીસીમાં ગેટ નંબર–૩ પાસે ગેરકાયદે ફટાકડાનો સ્ટોલ રાખનાર શખસને ઝડપી લઇ અહીંથી પિયા ૧.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવાળા જયપાલસિંહ રાઠોડની સુચના હેઠળ એસ.ઓ.જી પી.આઈ એફ.એ. પારગીના માર્ગદર્શનમાં એસ.ઓ.જી.પી.એસ.આઇ બી.સી. મિયાત્રા તથા તેમની ટીમ જિલ્લામાં કયાંય ગેરકાયદે ફટાકડાનું વેચાણ થાય છે કે કેમ? તે અંગે તપાસમાં હતી દરમિયાન એવી માહિતી મળી હતી કે મેટોડા જીઆઇડીસીમાં એક શખસ ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરી રહ્યો છે.
પોલીસની ટીમ એ આ બાતમીના આધારે મેટોડા જીઆઇડીસીમાં ડેટ નંબર–૩ પાસે ફટાકડાનો સ્ટોર હોય સ્ટોલ ધારકની પૂછતાછ કરતા તેનું નામ યાજ્ઞિક શૈલેષભાઈ જરવરીયા (રહે.મેટોડા જીઆઇડીસી ગેટ નંબર ૩) હોવાનું માલુમ પડું હતું. ફટાકડા વેચવા બાબતે તેની પાસેથી જરી મંજૂરી માંગતા આવી કોઈ મંજૂરી તેની પાસે ન હોય જેથી આ શખસ અહીં સ્ટોલમાં અલગ– અલગ પ્રકારના સ્ફોટક ફટાકડા કિંમત પિયા ૧,૨૮,૪૭૮ નો મુદ્દામાલ કોઈ પણ પ્રકારના લાઇસન્સ કે આધાર વગર અને કોઈ પણ પ્રકારના ફાયર સેટીના સાધનો વગર રાખી વેચતો હોય જેનાથી લોકોની જિંદગી જોખમમાં મુકાઈ શકે તેમ હોય તેથી આ શખસે બેદરકારી દાખવી ફટાકડાનું વેચાણ કરતા તેની સામે બીએનએસની કલમ ૧૨૫, ૨૮૮ તથા સ્ફોટક અધિનિયમ ૧૮૮૪ ની કલમ ૯(બી) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech