ઉપલેટાના સમઢીયાળા ગામે ગૌચરની જમીનમાં એક સખ્ત દ્રારા ગેરકાયદેસર લાકડાનું કટીંગ કરી રહ્યો છે તેવી બાતમી ઉપલેટા મામલતદારને મળતા ઘટના સ્થળે જઈ તપાસ કરતા લાકડાના જથ્થા સાથે એક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરાય છે
ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામે ગૌચરની જમીનમાં પડેલા વિશાળ લાકડાના જથ્થા ની તપાસ હાથ ધરાતા ગેરકાયદેસર લાકડાઓ કટીંગ કરી કોઈપણ જાતના આધાર પુરાવા વિના મળી આવેલ હોવાથી વાડોદરના શૈલેષ આંબાભાઈ સિંગર રહે વાડોદર તાલુકો ધોરાજી ના ઈસમ પાસેથી લાકડાઓ ગેરકાયદેસર રીતે મળી આવેલ છે તેની પાસેથી તમામ લાકડાનો જથ્થા સાથે એક કટર મશીન એક મહિન્દ્રા બોલેરો અને એક જનરેટર સીઝ કરી ફોરેસ્ટ ઓફિસર બારૈયા ને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ જે જગ્યા ઉપર ગેરકાયદેસર લાકડાઓ મળી આવેલ છે તે જગ્યા ગૌચરની જમીન હોય તે માટે તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા દ્રારા ગૌચરની જમીનમાં લાકડા જ થયા અંગેની આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરવા હાથ ધરાશે. આ કાર્યવાહી ફોરેસ્ટ ઓફિસર બારૈયા ને સાથે રાખી કરવામાં આવેલ. અત્રે નોંધનીય છે કે સમઢીયાળા ગામમાં ગૌચરની જમીનમાં ખુલ્લ ેઆમ લાકડાનું કટીંગ થઈ રહ્યું હતું ગામના લોકો ઘણા સમયથી જાણતા હતા ત્યારે આ વાતથી એકમાત્ર ફોરેસ્ટ અધિકારી શું અજાણ હતા ? તેવી ચર્ચા સાથે સવાલો ઉભા થયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech