ગુરુઓનું સન્માન કરવા અને તેમને વિશેષ અનુભવ કરાવવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી પરંતુ ખાસ કરીને શિક્ષક દિવસ 5મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે અને આ દિવસ ગુરુઓ અને તેમના શિષ્યો માટે ખાસ છે. આ દિવસે બાળકો શાળા અને ટ્યુશનમાં તેમના શિક્ષકો પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરે છે અથવા જેઓ તેમને કોઈ કૌશલ્ય શીખવે છે તેમને ભેટ દ્વારા વિશેષ અનુભવ કરાવવાનો પ્રયાસ કરે છે. જો શિક્ષક દિવસ પર તમારા મનપસંદ શિક્ષકને વિશેષ અનુભવ કરાવવા માંગો છો, તો કેટલીક ખાસ ભેટ આપી શકો છો.
ભારતમાં ગુરુ-શિષ્ય પરંપરાનું ખૂબ જ ઉત્સાહથી પાલન કરવામાં આવે છે અને કહેવાય છે કે જીવનમાં આગળ વધવા માટે ગુરુ હોવો જરૂરી છે. શિક્ષક દિને બાળકોમાં ભારે ઉત્તેજના જોવા મળતી હોય છે. તો જાણો ટીચર્સ ડે પર શિક્ષકને કઈ કઈ ભેટ આપી શકો છો, જેનાથી તેમના ચહેરા પર સ્મિત આવશે.
હાથથી બનાવેલી વસ્તુઓ ભેટમાં આપો
કોઈપણ શિક્ષક માટે તેના વિદ્યાર્થી દ્વારા બનાવેલ કોઈપણ વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી શિક્ષક દિવસ નિમિત્તે, શિક્ષક માટે એક સુંદર શુભેચ્છા કાર્ડ બનાવી શકાય છે. આ સિવાય જો ડ્રોઈંગમાં હોશિયાર હોય અથવા કંઈક ક્રિએટીવ કરવાનું પસંદ હોય તો પેઈન્ટીંગ કે ફૂલના ગુચ્છ જેવી વસ્તુઓ બનાવીને શિક્ષકને આપી શકો છો.
ડાયરી સાથે પેન ભેટ
શિક્ષક માટે પેન અને બુક તેની સંપત્તિ છે. તેથી શિક્ષક દિન નિમિત્તે, શિક્ષકને એક સુંદર પેન અને ડાયરી આપી શકો છો. જો ઇચ્છો તો ડાયરીના કવરને પણ ડિઝાઇન કરી શકો છો.
માતા સરસ્વતીની પેઇન્ટિંગ અથવા મૂર્તિ
મા સરસ્વતીને જ્ઞાન, અવાજ અને સંગીતની દેવી કહેવામાં આવે છે. તેથી મા સરસ્વતીની પ્રતિમા અથવા પેઇન્ટિંગ અભ્યાસના ક્ષેત્ર સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ માટે ખૂબ મહત્વ ધરાવે છે. શિક્ષક દિવસના અવસર પર શિક્ષકને માતા સરસ્વતીની પ્રતિમા અથવા પેઇન્ટિંગ ભેટમાં આપી શકો છો.
કસ્ટમાઇઝ્ડ પેન સ્ટેન્ડ
શિક્ષક દિવસ પર, કસ્ટમાઇઝ્ડ પેન સ્ટેન્ડ આપી શકો છો. જેના પર શિક્ષકના નામની સાથે હેપ્પી ટીચર્સ ડે લખવામાં આવે છે. પેન સ્ટેન્ડમાં રાખવા માટે કેટલીક પેન પણ ગિફ્ટ કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech