બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય ફરી નિશાના પર છે. હવે એવા અહેવાલ છે કે ઇસ્લામિક કટ્ટરપંથી જૂથોએ મંદિરો અને સમિતિઓને ધમકીભર્યા પત્રો મોકલીને ૫ લાખ બાંગ્લાદેશી ટકાની માંગણી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો રકમ નહીં ચૂકવવામાં આવે તો પૂજાની મંજૂરી આપવામાં આવશે નહીં. સમુદાયના સભ્યોનું કહેવું છે કે દુર્ગાજીની મૂર્તિ તોડવાની ધમકી અને છેડતીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.
પ્રા અહેવાલ મુજબ કટ્ટરપંથી ઈસ્લામિક જૂથોએ દુર્ગા પૂજા કરવા માટે મંદિરો અને સમિતિઓ પાસેથી ૫ લાખ બાંગ્લાદેશી ટકાની માંગણી કરી છે. ૯ થી ૧૩ ઓકટોબર સુધી દુર્ગા પૂજા ઉજવાશે. આ બાંગ્લાદેશી હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. અહેવાલ મુજબ, આવી મોટાભાગની ઘટનાઓ ખુલના જિલ્લાના દાકોપમાંથી નોંધાઈ છે.
અહેવાલ છે કે ઘણી પૂજા સમિતિઓને અનામી પત્રો મળ્યા છે, જેમાં રકમ ન ચૂકવવા અને દુર્ગા પૂજા ન કરવા દેવા બદલ પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ઘણી જગ્યાએ મૂર્તિઓની તોડફોડના મામલા પણ સામે આવ્યા છે. ૨૨ સપ્ટેમ્બરે લમીગજં જિલ્લાના રાયપુર વિસ્તારમાં મદરેસાના કેટલાક છોકરાઓએ દુર્ગાની મૂર્તિઓ તોડી નાખી હતી. બરગુના જિલ્લામાં એક મંદિરમાં મૂર્તિઓની તોડફોડની ઘટનાઓ પણ બની હતી.
તાજેતરમાં હિંદુ સમુદાયના સભ્યોએ ચિત્તાગોંગ અને ખુલના જિલ્લાના અધિકારીઓને ફરિયાદ કરી છે. જયારે બાંગ્લાદેશ હિંદુ–બૌદ્ધ–િસ્તી એકતા સમિતિએ પણ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર પાસેથી ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સમિતિએ ૬ સભ્યોનો એક સેલ પણ બનાવ્યો છે, જે લઘુમતી સમુદાયોની સુરક્ષાનું ધ્યાન રાખશે અને પરિસ્થિતિ પર નજર રાખશે. સતખીરા જિલ્લાના સ્થાનિક હિન્દુ સમુદાયના નેતા વિવેકાનદં રેએ કહ્યું, કેટલાક કટ્ટરવાદીઓએ દુર્ગાજીની મૂર્તિ અને પંડાલમાં તોડફોડ કરી છે. અમે દુર્ગા પૂજાની તૈયારી કરી રહ્યા છીએ, પરંતુ આ વર્ષે એવું લાગે છે કે હિન્દુઓ માટે સૌથી મોટો તહેવાર ઉજવવો મુશ્કેલ બનશે, કારણ કે સરકાર મુક પ્રેક્ષક બની ગઈ છે અને પોલીસ કોઈ મદદ કરી રહી નથી. ઓગસ્ટમાં ફાટી નીકળેલી હિંસા બાદ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો પર હત્પમલાના અનેક અહેવાલો સામે આવ્યા હતા. ૫ ઓગસ્ટે તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. આ પછી મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બન્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech