પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ભુગર્ભગટરના ખોદકામબાદ રસ્તો સમથળ નહી થતા કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયુ છે તેથી અઠવાડીયામાં જો યોગ્ય કરવામાં નહી આવે તો મહાનગરપાલિકાની કચેરી સામે આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
‘હાથ સે હાથ જોડો’ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદભાઇ જોષીએ જણાવ્યુ છે કે એક ઇંચ વરસાદમાં આખુ રાજીવનગર કાદવ, કીચડ અને પાણીથી ભરાઇ ગયુ છે. રાજીવનગરની જનતા આજથી ઘરમાં જેલવાસો, ઘરમાં પુરાઇને ફસાઇ ગયા છે. બહાર કયાંય જઇ શકતા નથી. નરસંગ ટેકરીથી રાજીવનગર અંદર આવવાના પણ ા.૫૦ રીક્ષાવાળો લે છે.
એક ઇંચ વરસાદમાં જો આવા હાલ રાજીવનગરની જનતાના થશે તો ચોમાસામાં શું થશે? કયાં ગયા પોરબંદરના ભાજપના નેતાઓ અને ધારાસભ્યો તથા સાંસદ સભ્યો મુલાકાતો લઇ, ખોટા વાયદા અને વચનો આપી ચાલ્યા ગયા. આવજો હવે પોરબંદર મહાનગરપાલિકાની ચુંટણીમાં મત માગવા એટલે તમને બધાને ખબર પડશે તેમ જણાવીને વધુમાં હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિએ ઉમેર્યુ છે કે આ રાજીવનગર વિસ્તારની જનતાની એટલી જ માંગણી છે કે સમગ્ર રાજીવનગરની ગલીઓ અને રસ્તાઓ ઉપર જાડી કાંકરી પાથરી મેટલ રોડ બનાવી આપે અને રોડ રસ્તા ઉપર રોલ ફેરવી અને રસ્તાઓ સમથળ બનાવી આપે આ અંગે દિવસ આઠમાં કામગીરી શ કરવામાં નહી આવે તો પોરબંદર મહાનગરપાલિકાની સામે ઉપવાસ આંદોલન તેમજ રાજીવનગરની જનતાનો સાથ અને સહકાર લઇ પોરબંદર મહાનગરપાલિકાને તાળાબંધી પણ કરવામાં આવશે તો કરશું. બાકી ભાજપવાળા જે રીતે વિરોધ કરતા તેજ રીતે અમે પણ વિરોધ કરશું અને સરકારી કચેરીઓ સામે આંદોલનનું બ્યુગલ ફુંકતા વાર નહીં લાગે. રાજીવનગરની જનતાને કાયર ના સમજતા નેતાઓ તમે શાનમાં સમજી જજો.તેવી ચેતવણી પણ હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિએ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech