ઇસરો હવે માર્ચના મધ્યમાં એટલેકે ૧૫ માર્ચથી સ્પેડેક્સ મિશન પર પ્રયોગો ફરી શરૂ કરશે. જેનો ઉદ્દેશ્ય બે ઉપગ્રહ ચેઝર્સને અલગ કરવાનો અને પછી ફરીથી ભેગા કરવાનો છે અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે ટેકનોલોજીમાં નિપુણતા મેળવવાનો છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી દરમિયાન ઈસરોના અધ્યક્ષ વી નારાયણને આ વાત કહી હતી.
ઇસરોએ ગયા વર્ષે 30 ડિસેમ્બરે સ્પેડેક્સ મિશન લોન્ચ કર્યું હતું. ત્યારબાદ ઇસરો એ બે ઉપગ્રહોને અવકાશમાં ડોક કરવાના પ્રયોગનું પ્રદર્શન કરવા માટે બે ઉપગ્રહો – એસડીએક્સ 01 અને એસડીએક્સ 02 - ને ભ્રમણકક્ષામાં લોન્ચ કર્યા. ઘણા પ્રયાસો પછી, ઇસરો એ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ આ સફળતા મેળવી.
ભારત 2035 માં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. આ માટે મિશનની સફળતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય અવકાશ મથકમાં પાંચ મોડ્યુલ હશે જે એકસાથે અવકાશમાં લાવવામાં આવશે. આમાંથી પહેલું મોડ્યુલ 2028 માં લોન્ચ થવાનું છે.
આ મિશન ચંદ્રયાન-૪ જેવી માનવ અવકાશ ઉડાન માટે પણ મહત્વપૂર્ણ છે. આ પ્રયોગ ઉપગ્રહ સમારકામ, રિફ્યુઅલિંગ, કાટમાળ દૂર કરવા માટે પાયો નાખશે.
આ ટેકનોલોજી એવા મિશન માટે મહત્વપૂર્ણ છે જેમાં ભારે અવકાશયાન અને સાધનોની જરૂર હોય છે જેને એક જ વારમાં લોન્ચ કરી શકાતા નથી.
ડોકીંગ પ્રક્રિયા એ મોલેક્યુલર મોડેલિંગની એક તકનીક છે. આ એક સિમ્યુલેશન પ્રક્રિયા છે. તેનો ઉપયોગ પરમાણુ અને લક્ષ્ય પ્રોટીન વચ્ચેના બંધનની આગાહી કરવા માટે થાય છે. ડોકીંગ પ્રક્રિયાનો ઉપયોગ દવાઓની ડિઝાઇનમાં પણ થાય છે.
નારાયણને કહ્યું, અત્યારે અમે ઉપગ્રહોને અલગ કરવા અને તેમને ફરીથી ગોઠવવા માટે સિમ્યુલેશન પ્રયોગો કરી રહ્યા છીએ. અમે એક યોજના તૈયાર કરી છે અને 15 માર્ચથી વાસ્તવિક પ્રયોગો શરૂ કરીશું. અમે ઘણા પ્રયોગો કરવા માંગીએ છીએ. ત્રીજા સ્લોટ માટે પણ પ્રયોગોનું આયોજન કર્યું છે જે બે મહિના પછી ઉપલબ્ધ થશે, તેમણે કહ્યું. નારાયણે કહ્યું કે સ્પેડેકસ મિશન ભવિષ્યના ઘણા પ્રોજેક્ટ્સ માટે મહત્વપૂર્ણ છે, જેમ કે ચંદ્રયાન-4 અને ભારતીય અવકાશ સ્ટેશનનું નિર્માણ, જેમાં ડોકિંગ ટેકનોલોજીનો ઉપયોગ સામેલ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech