ઇસરો ઇતિહાસ રચવામાં માત્ર ૩ મીટરથી છૂટી ગયું છે. ઇસરોને સ્પેડકસ મિશનમાં ત્રીજા ડોકીંગ પ્રયાસમાં નિષ્ફળતા મળી છે. લગભગ ૮ કિમી પ્રતિ સેકન્ડ (૨૮,૮૦૦ કિમી પ્રતિ કલાક)ની ઝડપે અવકાશમાં ભ્રમણકક્ષામાં ફરતા બે અવકાશયાનોને જોડવાની જટિલ અવકાશ ડોકીંગ ટેકનોલોજીનું ઇસરોના સૌથી પડકારજનક મિશનમાંનું એક બની ગયું છે. આ ટેકનોલોજી મેળવવાના ત્રીજા પ્રયાસમાં, ઇસરો ખૂબ નજીક આવી ગયું પણ નિષ્ફળ ગયું. આ ટેકનોલોજી આગામી ચંદ્રયાન–૪ અને ભારતીય અવકાશ મથકના નિર્માણ માટે જરી છે.
સ્પેડેકસ મિશનના ભાગપે ડોકીંગ પરીક્ષણો માટેના પ્રયાસો શુક્રવારે મધ્યરાત્રિએ શ થયા હતા અને શનિવારે સવારે ૭:૦૬ વાગ્યા સુધી ચાલુ રહ્યા. બે અવકાશયાન સ્પેડેકસ એ અને સ્પેડેકસ બી (ચેઝર અને લય) વચ્ચેનું અંતર ૨૩૦ મીટરથી ઘટાડીને ૧૦૫ મીટર કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા સવારે ૩:૧૦ વાગ્યે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ બંને અવકાશયાનને ૧૫ મીટરના અંતરે લાવવામાં આવ્યા હતા. ડેટાના વિશ્લેષણ પછી, ડોકીંગ પ્રક્રિયા ફરી શ થશે. ઈસરોના ઉચ્ચ પદસ્થ સૂત્રોના જણાવ્યા અનુસાર, અંતિમ ડોકિંગ કમાન્ડ આપતી વખતે, પ્રોકિસમિટી અને ડોકિંગ સેન્સરમાં કોઈ ખામીના સંકેતો હતા. જે બાદ પ્રક્રિયા બધં કરી દેવામાં આવી અને બંને અવકાશયાનને સુરક્ષિત અંતરે લાવવામાં આવ્યા હતા. અવકાશયાનોની સલામતીને ધ્યાનમાં રાખીને, ઓન–બોર્ડ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે, અથડામણનો ભય મળતાં જ ઉપગ્રહનો સલામતી મોડ ચાલુ થઈ જાય છે. ઈસરોના મતે, શૂન્ય ગુત્વાકર્ષણમાં ઓછા વજનવાળા ઉપગ્રહોને નિયંત્રિત કરવા પડકારજનક છે. સ્પેડેકસ મિશન હેઠળ ચેઝર અને ટાર્ગેટ ઉપગ્રહોનું વજન ૨૨૦–૨૨૦ કિલો છે. ડોકીંગ માટે બંને ઉપગ્રહો એક સીધી રેખામાં હોવા જોઈએ અને ખૂબ જ નિયંત્રિત વેગ સાથે એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. ડોકીંગ પ્રક્રિયા ૧૫ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાની રહેશે, નહીં તો આગામી વિન્ડો માર્ચમાં ઉપલબ્ધ થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડવા પાદર દેવકીમાં હથીયારો સાથે શખ્સોએ મચાવ્યો આંતક
May 19, 2025 04:41 PMકલેકટરની રુબરુ મુલાકાત દરમ્યાન લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્ર્નોની સમીક્ષા કરાઈ
May 19, 2025 04:38 PMચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMસર્વોત્તમ ડેરી દ્વારા ધાર્મિક સ્થળોએ હાથ સફાઈ ઝુંબેશ
May 19, 2025 04:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech