ઈસરોની અવકાશમાં મોટી છલાંગ: SpaDeX સેટેલાઈટનું સફળ ડી-ડોકીંગ, ભવિષ્યના મિશન માટે માર્ગ મોકળો

  • March 13, 2025 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈસરોએ અવકાશ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. SpaDeX (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ) મિશન હેઠળના બે ઉપગ્રહોને સફળતાપૂર્વક ડી-ડોક કરવામાં આવ્યા છે. 30 ડિસેમ્બર 2024ના રોજ લોન્ચ થયેલા આ મિશનમાં બે ઉપગ્રહો (SDX01 અને SDX02)ને ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા, જે 16 જાન્યુઆરી 2025ના રોજ સફળતાપૂર્વક ડોક થયા હતા. 13 માર્ચ 2025ના રોજ સવારે 9:20 વાગ્યે ઈસરોએ પહેલા જ પ્રયાસમાં તેમને અલગ કરવામાં સફળતા મેળવી છે.


આ સિદ્ધિ ભવિષ્યના ચંદ્ર મિશન, માનવ અવકાશ યાત્રા અને ભારતના પોતાના અવકાશ સ્ટેશન માટે માર્ગ મોકળો કરશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, "SpaDeX ઉપગ્રહોએ એક અદ્ભુત ડી-ડોકિંગ પૂર્ણ કર્યું. આ ભારતીય અવકાશ મથક, ચંદ્રયાન-4 અને ગગનયાન જેવા ભવિષ્યના મિશન માટે માર્ગ મોકળો કરે છે. ISRO ટીમને અભિનંદન. દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ."


ઈસરોએ જણાવ્યું હતું કે ઉપગ્રહો હવે તેમની ભ્રમણકક્ષામાં મુક્તપણે ફરી રહ્યા છે અને તેમની સ્થિતિ સામાન્ય છે. આ સિદ્ધિ સાથે, ભારતે અવકાશમાં મુલાકાત, ડોકીંગ અને અલગ થવાની સમગ્ર પ્રક્રિયાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આગામી દિવસોમાં, ઇસરો આ ઉપગ્રહો પર વધુ મહત્વપૂર્ણ પ્રયોગો કરશે. સમગ્ર કામગીરી બેંગલુરુ, લખનૌ અને મોરેશિયસ સ્થિત ગ્રાઉન્ડ સ્ટેશનોથી નિયંત્રિત કરવામાં આવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application