જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં આઇપીએલ ટુર્નામેન્ટના મેચ પર સટ્ટો રમતા એક શખ્સને એલસીબીએ રોકડ, મોબાઇલ સાથે પકડી લીધો હતો પુછપરછમાં સોદાની કપાત લેનારનું નામ સામે આવ્યુ હતું જેને ફરાર જાહેર કરાયો છે.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાં પ્રોહી જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ લગારીયા તથા ઇન્ચાર્જ પીઆઇ ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ મોરી તથા પીએસઆઇ કાંટેલીયાા ટાફના માણસો પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના દિલીપભાઇ તથા મયુરસિંહને મળેલ ખાનગી હકીકત આધારે જામનગર શહેરમાં ધરારનગર-૧, રામ મંદિર ચોકમાં જાહેરમાં સીદીક હુશેન સમા રહે. ધરારનગર, સલીમબાપુના મદ્રેશા પાસે આઇપીએલ ૨૦-૨૦ ક્રિકેટ મેચનો લાઇવ સ્કોર જોઇ હારજીત તથા સેશન પર સોદા કરતો મળી આવતા આરોપીના કબ્જામાથી રોકડા ૧૩૪૦ તથા મોબાઇલ કિ. ૫૦૦ મળી કુલ ૧૮૪૦ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી સોદાની કપાત લેનાર જગદીશ ભોગાગતા ઉર્ફે જેપી રહે. જામનગરવાળાને ફરાર જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application