સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમની ખેલાડીઓ સ્મૃતિ અને શેફાલી મહિલા ટેસ્ટના ઈતિહાસમાં 250થી વધુ રનની ભાગીદારી કરનાર પ્રથમ ઓપનિંગ જોડી બની છે. ચેન્નાઈમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 60 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 334 રન બનાવ્યા હતા.
શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. શેફાલીએ 196 બોલમાં સામનો કરીને 205 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 23 ફોર અને સિક્સર ફટકારી હતી. સ્મૃતિએ 161 બોલનો સામનો કર્યો અને 149 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 26 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ 60 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 441 રન બનાવ્યા હતા.
સ્મૃતિ અને શેફાલીની જોડીએ ઈતિહાસ રચ્યો છે. શેફાલી અને સ્મૃતિની જોડી મહિલા ટેસ્ટમાં 250થી વધુ રનની ભાગીદારી કરનાર પ્રથમ જોડી બની ગઈ છે. આ પરાક્રમ આ પહેલા ક્યારેય કરવામાં આવ્યું નથી. શેફાલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. શેફાલી આ ટેસ્ટ પહેલા 4 મેચ રમી ચૂકી છે. આ દરમિયાન 338 રન બનાવ્યા છે. આ પહેલા તેની ટેસ્ટ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 96 રન હતો. પરંતુ હવે તેણે સદીનો આંકડો પાર કરી લીધો છે.
શેફાલી અને સ્મૃતિની જોડીએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ જોડીએ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ભાગીદારી રમી છે. આ એશિયાની સૌથી મોટી ભાગીદારી હતી. પ્રથમ વખત કોઈ મહિલા ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે ઓપનર તરીકે સદી ફટકારી છે.
મહિલા ક્રિકેટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ પછી ત્રણ મેચની T20 શ્રેણી રમાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech