ઈન્ડિયન ઈન્સ્િટટટુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) મંડી અને પલક્કડે દરિયાની અંદર સર્વેલન્સ માટે રિયલ ટાઇમ અંડર વોટર મરીન રોબોટ વિકસાવવાની જબરદસ્ત સિદ્ધિ મેળવી છે. આ રોબોટની કામગીરી ચુસ્ત અંડરવોટર મોનિટરિંગ અને ચકાસણીનું હશે. તેની કાર્યક્ષમતાનું સ્તર ઘણું ઐંચું હશે, જોખમ અત્યતં ઓછું હશે અને તે સંભવત: ખર્ચ અસરકારક હશે એમ રિસર્ચરોએ જણાવ્યું હતું. આઇઆઇટી મંડી ખાતે સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિકસના આસિસ્ટન્ટ પ્રોફેસર જગદીશ કાદિયાને જણાવ્યું હતું કે ઈતિહાસમાંથી સમુદ્રના આંતરિક જળપ્રવાહો અંગે જાણીને તે તારણ પર આવવામાં આવ્યું કે રિસર્ચ શિપ્સના ઇન્સ્ટ્રુમેન્ટસ ઉંડે ઉતારીને જ સમુદ્ર અંગે વધુ તાગ મેળવી શકાય છે.
અભ્યાસના સહલેખક કાદિયાને જણાવ્યું હતું કે સામાન્ય ક્રુઝ શિપ એક કે બે મહિના પાણીની સપાટી પર રહે છે અને તેના પગલે દરિયા અંગે તલસ્પર્શી અહેવાલ તૈયાર કરવાની સંભાવના મર્યાદિત બની જાય છે. તેથી વારંવાર કહેવાયું છે કે સમુદ્રમાં થતા ફેરફાર કઈં કોઈ શિપ તેમને માપવા માટે આવે તેની રાહ જોતાં નથી. આના પગલે અંડર સેમ્પલિંગમાં પડતી તકલીફો અને ઓબ્ઝર્વેશન પ્લેટફોર્મ સ્થાપવાના ઐંચા ખર્ચના લીધે તેવી ટેકનોલોજીઓની જર વર્તાતી હતી કે સમુદ્રની અંદર નીચા ખર્ચે લાંબા સમયગાળા માટે નિરીક્ષણ કરવું આવશ્યક છે. મરીન રોબોટ તેનું જ પરિણામ છે.
તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે વિશ્વસ્તરે વયોવૃદ્ધ થતાં ડેમ્સ ચિંતાનો મોટો વિષય છે અને પર્યાવરણ પર વધુને વધુ પ્રમાણમાં મૂકવામાં આવતા ભારના લીધે બંધની સ્થિતિ ચકાસવા માટે વધુને વધુ આધુનિક પદ્ધતિઓની જરિયાત વર્તાઈ છે. તેમા માનવ ડૂબકીમારને મોકલવો જીવલેણ સાબિત થઈ શકે છે અને આ પદ્ધતિ વધુ સમય માંગી લેવાની સાથે મોંઘી પડી શકે છે. તેના બદલે ઇન્ટિગ્રેટિંગ મરીન રોબોટસ ડેમ ચકાસણીની પ્રક્રિયા માટે ઉતરીને વધારે સલામત, ખર્ચ અસરકારક અને ટેકનોલોજી એડવાન્સ્ડ સોલ્યુશન ઓફર કરી શકે છે. અગાઉ આ કામ માનવ ડૂબકીમાર કરતા હતા. તેના લીધે તેમના આરોગ્ય પર અસર પડતી હતી અને તેમનું જીવન પણ ભયમાં મૂકાતું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech