રામલલાના દર્શન માટે અભિષેકને આમંત્રણ મળતા રાજીપો વ્યક્ત કર્યો
રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને હવે અભિષેક બચ્ચને ખુશી વ્યક્ત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી રામલલાના પ્રાણપ્રતિષ્ઠા માટે ચાલી રહેલી તૈયારીઓને લઈને તેમણે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ઘડીઓ ગણાય રહી છે. ત્યારે રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને હવે અભિષેક બચ્ચને ખુશી વ્યક્ત કરી. અને કહ્યું કે અયોધ્યા જવા હું ઓવર એક્સાઈટેડ છું. મને અયોધ્યા આવવા આમંત્રણ મળ્યું છે.
જેની 500 વર્ષથી રાહ જોવાઇ રહી હતી તે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ઘડીઓ ગણાય રહી છે. 22 જાન્યુઆરીએ આયોજિત આ દિવ્ય કાર્યક્રમને લઈ લોકો અત્યારે રામમય બન્યા છે. દેશના ઘણા મોટા નેતા અને કલાકારોને પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
22 તારીખની રાહ દરેક લોકો જોઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અયોધ્યામાં આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને હવે અભિષેક બચ્ચને ખુશી વ્યક્ત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી રામલલાના પ્રાણપ્રતિષ્ઠા માટે ચાલી રહેલી તૈયારીઓને લઈને તેમણે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. અભિષેક બચ્ચનને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા એટલા માટે તેઓ ખૂબ જ ખુશ છે.
અભિનેતાને પૂછવામાં આવ્યું હતું કે 'દરેકની નજર 22 જાન્યુઆરી પર છે. આ દિવસે અયોધ્યામાં મંદિરનું ઉદ્ઘાટન થશે. તમને આ વિશે કેટલો ઉત્સાહ છે? જેના જવાબમાં તેણે કહ્યું કે, 'મંદિર કેવી રીતે બનેલું છે અને તે કેવું દેખાશે તે જોવા માટે અને ત્યાં જઈને દર્શન કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.' જણાવી દઈએ કે અભિષેક બચ્ચનનો આ વીડિયો તેની કબડ્ડી ટીમની મેચ દરમિયાનનો છે.
અભિષેક બચ્ચન સિવાય બી-ટાઉનમાં રામ મંદિરને લઈને ભારે ઉત્સાહ દેખાય રહ્યો છે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હિન્દી અને સાઉથ સિનેમાના ઘણા જાણીતા મહેમાનો હાજરી આપવાના છે. પ્રાણ પ્રતિષ્ઠામાં આયોજિત કાર્યક્રમમાં રજનીકાંત, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, અક્ષય કુમાર, રજનીકાંત, સંજય લીલા ભણસાલી, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ, મધુર ભંડારકર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અજય દેવગન, સની દેઓલ, પ્રભાસ, યશ, રણદીપ હુડ્ડા, લીન લેશરામ, જેકી શ્રોફ, ટાઈગર શ્રોફ અને ધનુષ જેવા ઘણા પ્રખ્યાત લોકો હાજરી આપવાના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech