IPLમાં આજે રમાયેલી મેચમાં હૈદરાબાદની ટીમે પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું હતું. આ રોમાંચક મેચની છેલ્લી ઓવરમાં પંજાબને જીતવા માટે 29 રનની જરૂર હતી, આ દરમિયાન ટીમ 26 રન જ બનાવી શકી હતી.
IPL 2024માં આજે રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું હતું. આ રોમાંચક મેચની છેલ્લી ઓવરમાં બધાના શ્વાસ થંભી ગયા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લી ઓવરમાં પંજાબને જીતવા માટે 29 રનની જરૂર હતી. પંજાબના બેટ્સમેનો છેલ્લી ઓવરમાં મોટા શોટ મારતા માત્ર 26 રન જ બનાવી શક્યા હતા, જે બાદ હૈદરાબાદે મેચ જીતી લીધી હતી.
પ્રથમ બેટિંગ કરવા આવેલી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. ટીમ તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 37 બોલમાં 64 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ સિવાય અબ્દુલ સમદે 25 રન અને ટ્રેવિસ હેડે 21 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે ચાર ઓવરમાં માત્ર 29 રન આપ્યા હતા. આ સિવાય સેમ કુરન અને હર્ષલ પટેલને 2-2 વિકેટ મળી હતી જ્યારે કેગીસો રબાડાને એક વિકેટ મળી હતી.
શશાંક-આશુતોષે શાનદાર ઇનિંગ રમી
હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા 183 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લે દરમિયાન જ તેની પ્રથમ 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સેમ કુરન અને સિકંદર રઝાએ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બંને લાંબા સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા નહીં. અંતે શશાંક સિંહ અને આશુતોષ શર્માની શાનદાર ઇનિંગ્સ પણ પંજાબને જીત અપાવી શકી નહીં. ટીમ તરફથી શશાંક સિંહે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 25 બોલમાં શાનદાર 46 રન બનાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMઇન્ડોનેશિયામાં ખાણ ધસી પડવાથી 19 લોકોના મોત, 8 હજુ ગુમ, બચાવ કામગીરી ચાલુ
June 01, 2025 09:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech