જેલ એવી જગ્યા છે જ્યાં ચોરી, લૂંટથી માંડીને અન્ય ગુનાઓ માટે ગુનેગારોને મળેલ સજા તરીકે રાખવામાં આવે છે. કેટલીક જેલ સારી સુવિધાઓ માટે જાણીતી છે, જ્યારે અન્ય કેદીઓ પ્રત્યેની ક્રૂરતા માટે જાણીતી છે. દુનિયાભરમાં એવી ઘણી જેલ છે જે કેદીઓથી ભરેલી છે. ઘણા દેશોમાં પરિસ્થિતિ એવી છે કે જેલમાં બિલકુલ કેદીઓ નથી. એટલું જ નહીં ઘણા દેશોમાં જેલ હવે હોટલમાં ફેરવાઈ રહી છે. આવું જ કંઈક ઈંગ્લેન્ડના બોડમિન વિસ્તારમાં થયું છે. અહીં સેંકડો વર્ષ જૂની જેલને આલીશાન હોટલમાં ફેરવવામાં આવી હતી. આ લક્ઝુરિયસ હોટેલમાં રોકાયા પછી ખ્યાલ નહીં આવે કે તમે એવી જેલમાં છો જ્યાં એક સમયે ખૂંખાર કેદીઓ રહેતા હતા. આ હોટેલના બગીચામાં લટાર મારતી વખતે બિલકુલ નહીં લાગે કે અહીં ક્યારેય કેદીઓને ફાંસી આપવામાં આવી હશે.
આ જેલ 240 વર્ષ પહેલા જ્યોર્જ ત્રીજાના સમયમાં બનાવવામાં આવી હતી, જેને વર્ષ 1920માં બંધ કરી દેવામાં આવી હતી. હાલમાં આ જેલ 70 રૂમની આલીશાન હોટલમાં ફેરવાઈ ગઈ છે. જેલને હોટલમાં પરિવર્તિત કરવામાં 6 વર્ષ લાગ્યા અને 5 કરોડ પાઉન્ડ (લગભગ 516 કરોડ રૂપિયા) ખર્ચાયા.
ઈંગ્લેન્ડના સૌથી આકર્ષક વિસ્તારોમાંથી એક બોડમીનની આ જેલમાંથી બનેલી હોટલમાં એક રાત વિતાવવા માટે લગભગ 20 હજાર રૂપિયા ખર્ચવા પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech