સૌરાષ્ટ્ર્ર ગુજરાતનું અગ્રીમ અને ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડ બહાર ગઈકાલ સવારથી સૌરાષ્ટ્ર્રભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પોહચ્યા હતા અને રાત ૯ વાગ્યા સુધીમાં અંદાજે ૨૫૦૦ થી વધુ વાહનોની ૧૦ થી ૧૨ કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે ત્રણ લાખ કટ્ટાની રેકોર્ડબ્રેક આવક થવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું હતું. યાર્ડમાં જગ્યા ન હોવાને કારણે હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ ૪૦૦ જેટલા વાહનોની લાઈનો લાગી હોય વહેલામાં વહેલી તકે તેમની આવક કરવામાં આવશે. યાર્ડના સત્તાધીશો દ્રારા ડુંગળીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બધં કરવામાં આવી છે.
ડુંગળીના ભાવે ખેડૂતોને રાતાપાણીએ રડાવ્યા
ડુંગળીની પુષ્કળ આવક સાથે હરાજીમાં ડુંગળીની બજાર અડધી થઈ જતા ખેડૂતોને ડુંગળીના ઉત્પાદનમાં સોના કરતા ઘડામણ મોંઘુ જેવો માહોલ સર્જાયો હતો. ડુંગળીની હરાજીમાં ભાવમાં ઘટાડાની સાથે ભાવ પણ સાવ તળિયે બેસી જતા ડુંગળી ખેડૂતોને રાતા પાણીએ રડાવતી પણ બની છે.
ડુંગળીની આવક પુષ્કળ થતાં ભાવમાં ઘટાડો થયો હતો
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તણભાઈ પાંચાણી એ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડિસેમ્બર મહિનામાં માત્ર ડુંગળીના ૧૦ લાખ થી વધુ કટ્ટાની આવક થવા પામી હતી.આજરોજ ગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક પુષ્કળ પ્રમાણમાં આવક થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સમગ્ર ભારતમાં ડુંગળીની પુષ્કળ આવકને કારણે ભાવમાં ઘટાડો થવા પામ્યો હતો. ત્યારે આજરોજ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક કરવામાં આવતા ભાવમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો. આજરોજ ડુંગળીની હરાજીમાં ૨૦ કિલોનો ભાવ માત્ર .૧૦૦ થી . ૪૮૧ સુધીનો બોલાયો હતો. માત્ર સાત દિવસની અંદર જ હરાજીમાં ડુંગળીનો ભાવ અડધો થઈ જવા પામ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉત્તરપ્રદેશમાં આંધી અને ભારે વરસાદથી મોટી ખાનાખરાબી, 50 લોકોના મોત
May 23, 2025 10:52 AMતિરુપતિ મંદિર પરિસરમાં નમાજ અદા કરતો શખસ સીસીટીવીમાં કેદ
May 23, 2025 10:44 AMઅમેરિકા-જાપાનમાં બોન્ડ પરની આવક રેકોર્ડ સ્તરે પહોંચી, નિષ્ણાતોની ચેતવણી
May 23, 2025 10:42 AMમુનીરને ફિલ્ડ માર્શલની જગ્યાએ 'રાજા' જ બનાવી દેવા જોઈતા હતા: ઇમરાન
May 23, 2025 10:40 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech