કોઈ વ્યક્તિ માટે લાગણી હોવી એ પણ એક ખૂબ જ સારી લાગણી છે, પરંતુ કોઈની સાથે સંબંધમાં રહેવું અને લાંબા ગાળા માટે એ સંબંધમાં રહીને તે સંબંધને નામ આપવું એ સંપૂર્ણપણે અલગ વસ્તુઓ છે. ઘણીવાર એવું જોવા મળે છે કે સાચી લાગણીઓને લીધે કોઈ વ્યક્તિ તેના પાર્ટનર સાથે આખી જીંદગી વિતાવવાનું વિચારે છે અને તે ઘણા સપના પણ જોવા માંડે છે, પરંતુ આ દરમિયાન બીજો પાર્ટનર કમિટમેન્ટ વિશે વિચારતો પણ નથી. ત્યારે લાગણીઓને સમયસર ઓળખવી જરૂરી છે કે પાર્ટનર રિલેશનશિપને લગ્નના બંધનમાં લઈ જવા માંગે છે કે નહીં.
રિલેશનશિપમાં હોય ત્યારે પ્રેમ સાથે દલીલો થવી ખૂબ જ સામાન્ય વાત છે પરંતુ એકબીજા માટે કેટલા ગંભીર છો, તે જ સંબંધોનું ભવિષ્ય નક્કી કરે છે. તેથી કેટલીક બાબતો દ્વારા ઓળખી શકો છો કે પાર્ટનર કમિટ કરી શકે છે કે શું માત્ર ટાઇમપાસ કરી રહ્યો છે.
ભવિષ્ય વિશે વાત કરતી વખતે આ બાબત પર ધ્યાન આપો
જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના સંબંધને લઈને ગંભીર હોય છે ત્યારે તે પોતાના પાર્ટનર સાથે ભવિષ્ય વિશે પણ વાત કરે છે પરંતુ જો પાર્ટનર ભવિષ્ય વિશે વાત કરવાનું શરૂ કરે કે તરત જ શરમાવા લાગે છે, ખુલ્લીને કંઈ વાત નથી કરતો અને જો તે તેનાથી બચવાનો પ્રયાસ કરે છે અથવા તો તેના ચહેરાના હાવભાવમાં ગુસ્સો અને ગંભીરતાનો અભાવ દર્શાવે છે. તો સમજો કે તે તેનું ભવિષ્ય તમારી સાથે નથી જોતો.
શું એકલા જ સંબંધમાં પ્રયત્નો નથી કરતાને?
જો બે વ્યક્તિ વચ્ચે સંબંધ હોય તો તેને આગળ લઈ જવાની જવાબદારી બંનેની સમાન હોય છે. તેથી ખાસ ધ્યાન રાખો કે સંબંધ બચાવવા માટે એકલા જ પ્રયાસો નથી કરી રહ્યા ને. જો પાર્ટનર કોઈપણ મુદ્દા પર મતભેદને દૂર કરવા માટે કોઈ પ્રયાસ ન કરે તો સમજી લેવું કે તેને સંબંધને આગળ વધારવામાં રસ નથી.
ખુલીને વાત ન કરવી
કેટલાક લોકો અંતર્મુખી હોય છે એટલે કે તેઓ બહુ ઓછી વાત કરે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ કોઈની સાથે કંઈપણ શેર નથી કરતા. સંબંધમાં પાર્ટનર એકબીજા સાથે તેમની ખુશીઓથી લઈને તેમની મુશ્કેલીઓ સુધી દરેક વસ્તુ શેર કરે છે. જો પાર્ટનર તમારી સાથે તેના જીવન સાથે જોડાયેલી બાબતો વિશે વાત નથી કરતો અથવા તેની ખુશીઓ અને સમસ્યાઓ શેર નથી કરતો અને જ્યારે તમે પરેશાન હોય ત્યારે પણ વધારે રીએક્ટ નથી કરતો આ સંકેતને સમજવાની જરૂર છે.
મહત્વપૂર્ણ બાબતો વિશે વધુ વાત ન કરવી
જો એવા સંબંધમાં છો કે જ્યાં પાર્ટનર વિશે વધુ જાણતા નથી અથવા પૂછો ત્યારે પણ તે/તેણી કુટુંબ, મિત્રો અથવા અન્ય મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવતા નથી અને મિત્રો વગેરે સાથે પરિચય કરાવવામાં અચકાય છે તો બની શકે કે તે સંબંધ વિશે ગંભીર ન હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech