બદલાતા સમયની સાથે ખાવાની અને રાંધવાની રીત પણ બદલાઈ રહી છે. જ્યાં પહેલા માટીના વાસણોમાં ભોજન બનતું હતું, હવે તેની જગ્યા નોન-સ્ટીક વાસણોએ લઈ લીધી છે. આજકાલ ફેન્સી દેખાતા નોન-સ્ટીક વાસણોમાં ખોરાક રાંધવાનો ટ્રેન્ડ છે. લગભગ દરેકના ઘરમાં નોન-સ્ટીક વાસણો ચોક્કસથી મળશે. આ વાસણોની વિશેષતા એ છે કે તેમાં ખોરાક ચોંટી જતો નથી અને ઓછા તેલમાં ખોરાકને રાંધી શકાય છે. નોન-સ્ટીક વાસણોમાં ઓછા તેલમાં ખોરાક રાંધશો, તેમ છતાં તેના ઘણા ગેરફાયદા છે. ચાલો જાણીએ ICMR રિપોર્ટ શું કહે છે.
તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આહાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તેમાં ખાણી-પીણી સાથે જોડાયેલી ઘણી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકામાં નોન-સ્ટીક વાસણોમાં રસોઈ બનાવવાની માહિતી પણ આપવામાં આવી છે. ICMR માર્ગદર્શિકા અનુસાર નોન-સ્ટીક વાસણોમાં ભોજન રાંધવું કેટલું યોગ્ય છે.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ નોન-સ્ટીક વાસણોમાં રસોઈ બનાવવી કેટલી સારી?
નોન-સ્ટીક વાસણોમાં ખોરાક રાંધવો એ ચોક્કસપણે અનુકૂળ છે પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે બિલકુલ સારું નથી. નોન-સ્ટીક વાસણો હાનિકારક રસાયણોથી કોટેડ હોય છે. જ્યારે આ વાસણોને ગરમ કરો છો, ત્યારે તેમાંથી ઝેરી ધુમાડો નીકળે છે. તેથી આ વાસણો સ્વાસ્થ્યની દૃષ્ટિએ બિલકુલ સારા નથી ગણાતા. આ વાસણોના કારણે થાઈરોઈડ, શ્વાસ સંબંધી સમસ્યાઓ તેમજ કેન્સરની સમસ્યાથી પીડાઈ શકો છો. નોન-સ્ટીક વાસણોમાં ખોરાક રાંધતી વખતે, કેટલીક સાવચેતી રાખવી જોઈએ જેમ કે ફ્લેમ વધારે ન હોય, વાસણનું કોટિંગ યોગ્ય હોય વગેરે.
માટીના વાસણમાં ખોરાક રાંધવો શ્રેષ્ઠ
ICMRના રિપોર્ટ અનુસાર, માટીના વાસણોમાં ભોજન રાંધવું શ્રેષ્ઠ છે. માત્ર માટીના વાસણમાં ખોરાક રાંધવો જ નહીં પરંતુ તેમાં ખોરાક સંગ્રહ કરવો પણ ફાયદાકારક માનવામાં આવે છે. માટીના વાસણોને કારણે પોષક તત્વો અને ખોરાકનો સ્વાદ બમણો થાય છે. સ્વસ્થ રહેવા માટે ICMRની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech