રાજકોટમાં છેલ્લા 102 વર્ષમાં શહેરમાં પડેલા સરેરાશ વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સૌથી વધુ વરસાદ વર્ષ 2019માં 64.28 ઈંચ નોંધાયો હતો. જ્યારે વર્ષ 1939માં સૌથી ઓછો 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ દ્વારા વર્ષ 1921 થી 2023 સુધીના 102 વર્ષમાં શહેરમાં પડેલા સરેરાશ વરસાદના આંકડા જાહેર કરાયા છે. જે પૈકી સૌથી વધુ વરસાદ વર્ષ 2019 માં 64.28 ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે સૌથી ઓછો વરસાદ વર્ષ 1939માં ફક્ત 6 ઈંચ વરસાદ પડ્યો હતો.
આ આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે વર્ષ ૧૯૨૧ થી ૧૯૩૦ દરમિયાન ૩૪.૧ ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ ૧૯૨૬ માં ૩૫ ઇંચ વરસાદ, વર્ષ ૧૯૩૧ થી ૧૯૪૦ દરમિયાન સરેરાશ ૨૦.૨ ઇંચ વરસાદ જેમાં સૌથી વધુ વર્ષ ૧૯૩૩ માં ૩૦ ઇંચ વરસાદ પડ્યો હતો. વર્ષ ૧૯૪૧ થી ૧૯૫૦ દરમિયાન ૨૪.૫ ઇંચ સરેરાશ વરસાદ પૈકી સૌથી વધુ વરસાદ ૧૯૪૫ માં ૪૦ ઇંચ, વર્ષ ૧૯૫૧ થી ૧૯૬૦ દરમિયાન ૨૬.૨ ઇંચ સરેરાશ વરસાદ પૈકી સૌથી વધુ વરસાદ ૧૯૫૯ માં ૪૩ ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત વર્ષ ૧૯૬૧ થી ૧૯૭૦ દરમિયાન ૧૯.૫ ઇંચ સરેરાશ વરસાદ પૈકી સૌથી વધુ વરસાદ ૧૯૬૪ માં ૨૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. વર્ષ ૧૯૭૧ થી ૧૯૮૦ દરમિયાનના દાયકામાં ૨૨.૮ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ વર્ષ ૧૯૭૯ ના વર્ષમાં ૫૨ ઈંચ પડ્યો હતો. આ ઉપરાંત વર્ષ ૧૯૮૧ થી ૧૯૯૦ દરમિયાન ૧૯.૨ ઇંચ સરેરાશ વરસાદ પૈકી સૌથી વધુ વરસાદ ૧૯૮૮ માં ૪૦ ઇંચ વરસાદ નોંધાયો હતો.
હવે વાત કરીએ તો વર્ષ ૧૯૯૧ થી ૨૦૦૦ દરમિયાનના દાયકામાં ૨૧.૯ ઇચ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ વર્ષ ૧૯૯૫ ના વર્ષમાં ૪૦ ઈંચ પડ્યો હતો.વર્ષ ૨૦૦૧ થી ૨૦૧૦ દરમિયાનમાં ૩૨.૮ ઇચ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વર્ષ ૨૦૧૦ માં ૫૪ ઈંચ પડ્યો હતો. આ ઉપરાંત વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૦ દરમિયાન ૩૬.૭૦ ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ ૬૪.૨૮ ઇંચ વરસાદ વર્ષ ૨૦૧૯ માં પડ્યો હતો. આ ઉપરાંત વર્ષ ૨૦૨૧ માં ૪૮.૨૪ ઇંચ, વર્ષ ૨૦૨૨ માં ૩૪.૫૨ ઇંચ તથા વર્ષ ૨૦૨૩ માં ૨૨.૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech